શેર બજાર ના ઘંઘાના ૨૧ ફાયદા
શેર બજાર ના ઘંઘાના ૨૧
ગુજજુમિત્રો, શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાના અનેક ફાયદા છે. એમાંથી હું આજે તમને શેર બજાર ના ફાયદા બતાવીશ. આ ફાયદા છે:
- તમારા ધંધામાં શોરુમ અને ફર્નિચરમાં લાખો-કરોડોના રોકાણની જરુરીયાત નહીં
- તમારી પાસે કરોડો રુપીયાનો માલ હોય તો પણ તમારે ગોડાઉન ભાડે ન રાખવા પડે
- ચોર કે લૂંટારુ તમારો માલ ચોરી કે લૂંટી ન શકે
- તમારા ધંધામાં તમે ઈચ્છો ત્યારે રજા રાખી શકો. આ ઉપરાંત દરેક જાહેર રજા પર પણ રજા મળે
- ધંધો હોવા છતાં 5 દિવસનું અઠવાડિયું અને બપોર પછી શટર બંધ
- ઉઘરાણી કરવાની જરુર નહીં અને ઘાલખાધની નહીવત શક્યતા
- નફો થાય ત્યારે તો ઠીક પણ નુકસાન થાય ત્યારે પણ ચા પોસાય કારણ કે મોટા નુકસાન ની સામે ચા ની કિંમત કઈ j ના લાગે
- વેચવા માટે હંમેશા લેનાર તૈયાર
- હરતા ફરતા કે ટ્રાવેલિંગ કરતા કરતા પણ કામકાજ કરી શકાય
- કૃજ માં કે અમેરિકા માં કે જુહુ ના કે ગોઆ ના બીચ પર બિયર પિતા પિતા પણ કામ કરી શકાય
- રોજ એવરેજ ૫ મિનિટ થી ૫ કલાક કામ કરો તો પણ પૂરતું છે
- કોરોના હોય કે ધરતીકંપ, ક્યાંક તો કોઈક શેર માં તો તેજી હોયજ
- કમાવવા ના રસ્તા પણ એક કરતા વધારે
- સાવ ઓછી મૂડી થી ચાલુ કરાવી શકાય
- બીજા ના પૈસે પણ ધંધો કરી શકાય
- લોસ સહન કરવાની શક્તિ પણ વધારે
- વેચ્યા પછી પૈસા ની ઉઘરાણી કરવા પણ ના જવું પડે
- ૫૦/૧૦૦ રૂપિયા થી ચાલુ કરી શકાય અને કરોડો રૂપિયા પણ ઓછા પડે
- સરકારી કર પણ બહુ ભારે ના પડે
- ઉંમર નો કોઈ બાથ નહી
- હોસ્પિટલ માં સારવાર લેતા લેતા પણ કમાવાય
મને આશા છે કે શેર બજાર ના ફાયદા તમને ઉપયોગ માં આવે.