એન્ટી કરપ્શન બ્યુરો : લાંચ રુશ્વત વિરોધી બ્યુરો વિષે થોડું જાણો
ACB (એન્ટી કરપ્શન બ્યુરો) : લાંચ રુશ્વત વિરોધી બ્યુરો
એન્ટી કરપ્શન બ્યુરો ને લાંચ રુશ્વત વિરોધી વિભાગ તરીકે પણ ઓળખાય છે.
ગુજરાતમાં પણ પોલીસ સ્ટેશનોમાં ACBની કચેરીઓ આવેલી છે.
જ્યારે કોઇ સરકારી કર્મચારી કે અધિકારીઓ ઉપર લાંચ લેવાનો આરોપ મુકવામાં આવે ત્યારે ACB પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર નિવારણ કાયદા મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને છટકું ગોઠવી પાઉડરવાળી નોટો સરકારી કર્મચારીને આપવામાં આવે છે અને અંતે લાંચ લેનારા કર્મચારીને પકડી લેવામાં આવે છે.
લાંચિયા કર્મચારીઓને પકડવાની સત્તા ACB પોલીસ ઇન્સ્પેકટરને સોંપવામાં આવે છે.
ગુજરાતમાં ACBની વળી કચેરી અમદાવાદમાં ડફનાળા ખાતે આવેલી છે.
ACBના વડા અધિકારી તરીકે DGP કક્ષાના અધિકારીને નિમવામાં આવતા હોય છે જેઓને ACB ડિરેક્ટર કહેવાય છે.
ગુજરાતમાં ACB ડિરેક્ટરને લાંચ-રુશ્વત ખાતાના નિયામક તરીકે ઓળખાય છે.જેઓ હેઠળ અન્ય અધિકારીઓની નિમણૂક થતી હોય છે.
આ પણ વાંચો : ગળા અને છાતીમાં કફ જમા થાય તો વાંચો આ ૧૮ ઘરેલૂ ઉપાય