૧૫ મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર એક નિબંધ

આપણી જીવનશૈલી સુધારો, પશ્ચિમના દેશોની નકલ ના કરો

૧૫ મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર એક નિબંધ

ગુજજુમિત્રો, ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા નો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે મોટાભાગે બાળકોને તેમની સ્કૂલ તરફ થી સ્વતંત્રતા દિવસ પર નિબંધ કે સ્પીચ તૈયાર કરવા માટે કહેવામાં આવે છે. ઘણીવાર બાળકો પોતાની રીતે ઈન્ટરનેટ પરથી લખવાનો પ્રયાસ કરે છે પણ પછી તેમાં મૌલિકતા નથી રહેતી. માતા પિતા એટલા વ્યસ્ત હોય છે કે તેમના બાળકો ની મદદ કરવાનો સમય કાઢવો ખરેખર મુશ્કેલ થઈ જાય છે. તો મને વિચાર આવ્યો કે હું જ તમારી સાથે એક નિબંધ શેર કરું. જો તમને નાની સ્પીચ ની જરૂર હોય તો આ નિબંધ ના અમુક ફકરા ને ડિલીટ કરી દેવા.

૧૫ મી ઓગસ્ટ પર નિબંધ

આદરણીય શિક્ષકગણ અને મારા પ્રિય મિત્રો,

સ્વતંત્રતા દિવસ ની તમને બધાં ને અનેકાનેક શુભેચ્છાઓ.

મારુ નામ _________ છે. હું _____ ધોરણ માં ભણું છું. આજે હું તમારી સાથે સ્વતંત્રતા દિવસ વિષે વાત કરવા માગું છું.

વંદે માતરમ્ નું સંપૂર્ણ સ્વરૂપ

ચાલો આપણે લગભગ ૪૦૦ વર્ષ પહેલા ના ઇતિહાસ ને યાદ કરીએ. સન ૧૬૦૦ માં, બ્રિટિશરો ભારતમાં વ્યાપાર કરવા ના બહાને આવ્યા હતા. તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપની ની સ્થાપના કરી અને જોયું કે ભારતના માલસામાન અને મસાલા વેચવા થી વિદેશોમાં અઢળક કમાણી થઈ રહી હતી. તેમણે એ પણ જોયું કે ભારતના રાજા મહારાજાઓ અંદરો-અંદર લડી રહ્યા છે. તેમણે આ પરિસ્થિતિ નો ફાયદો ઉઠાવીને રાજ કરવાનું ષડયંત્ર રચ્યું. ધીરે ધીરે આ લાલચી બ્રિટિશરો એ આખા ભારત ને પોતાના અંકુશમાં લઈ લીધું.

સેંકડો વર્ષો સુધી બ્રિટિશ સાથે ભારત નું સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતું રહ્યું અને આખરે આપણને ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ આઝાદી મળી ગઈ. આ માટે આપના સ્વાતંત્ર્ય સંગ્રામીઓ નો ઘણો ઘણો આભાર જેમણે આપણી આઝાદી માટે પોતાનું જીવન બલિદાન કરી દીધું. ભગત સિંઘ, મહાત્મા ગાંધી અને ચંદ્રશેખર આઝાદ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ નો આભાર જેમણે ની:સ્વાર્થ ભાવે ભારત ના લોકો ની સેવા કરી છે એ બધા શૂરવીર નાગરિકો ને ઘણો ઘણો આભાર જેઓ બ્રિટિશ સરકાર સામે પૂરી હિંમતથી લડ્યા. અને ભારત ના બધાં જ સૈનિકો ને આભાર જેઓ ઠંડી હોય કે ગરમી, ભારત ના દુશ્મનો સાથે લડીને ભારત માતા ની રક્ષા કરવા હંમેશા તૈયાર રહે છે. ચાલો એક ક્ષણ લઈને આ બધા ને આપણા મનમાં જ આભાર વ્યક્ત કરીએ.

Indian  soldier

આપણા બધાં જ કુશળ પ્રધાનમંત્રીઓ ના યોગદાન થી આજે ભારત એક સાર્વભૌમિક, ધર્મ નિરપેક્ષ અને લોકશાહી દેશ છે. વર્તમાન માં આપણો દેશ ટેકનોલોજીની મદદ થી ખૂબ જ વિકાસ કરી રહ્યો છે. શિક્ષણ હોય કે રમતજગત, અર્થવ્યવસ્થા હોય કે સ્વાસ્થ્ય વિભાગ, આજે ભારત દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર છે અને યુ. એન. જેવા માનવ અધિકાર માટે સમર્પિત સંસ્થા માં પણ જબરદસ્ત યોગદાન આપી રહ્યું છે.

પણ હું તમને બધાં ને એક પ્રશ્ન પૂછવા માંગુ છું – ભારતની ભાવિ પેઢી તરીકે આપણી જવાબદારી શું છે? તમારી પાસે જુદા જુદા જવાબો હોઈ શકે. અમુક લોકો શિક્ષણ નો પ્રચાર કરવા માંગે છે, તો કેટલાક લોકો પ્રદૂષણ ને દૂર કરવા માંગે છે. કેટલાક લોકો દેશ માંથી ગુનાખોરી અને ભ્રષ્ટાચાર ને ખતમ કરવા માંગે છે. પણ જ્યારે આપણને એક પરિવર્તન કરવાનો મોકો મળે — એક એવું પરિવર્તન જે અપરિવર્તનશીલ હોય — તો તમે શું નિર્ણય લેશો?

ભારતનું ભવિષ્ય આપણી પેઢી પર નિર્ભર કરે છે, એ આપણાં હાથમાં છે કે આપણે ભારત દેશ માટે શું કરીએ. તમે એમ. એસ. સ્વામીનાથન નું ઉદાહરણ લઈ શકો છો જેમણે ભારતમાં અન્ન ની કમી ને દૂર કરવા માટે ગ્રીન રેવોલ્યુશન એટલે કે ક્રાંતિ ની શરૂઆત કરી છે. અથવા તમે જમશેતજી ટાટા થી પણ પ્રેરણા લઈ શકો છો જેઓ ટાટા ગ્રુપ કંપની ના સંસ્થાપક છે અને ભારત ના ઔધોગિક વિકાસ ના પિતા તરીકે ઓળખાય છે.

તો તેના વિષે સમય લઈને આજે વિચાર કરો કે તમે ભારત દેશ ના વિકાસ માં કેવી રીતે તમારું યોગદાન આપવા માંગશો? એ જ છે સ્વાતંત્ર્ય દિવસ નો સાચો ઉત્સવ.

જય હિન્દ.

Also read : શું તમે ભારતના ઇતિહાસ ને જાણો છો?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *