ગુરુ નો પ્રસાદ મહા મૂલ્યવાન છે : પ્રસાદની રોટલીની કથા
ગુરુ નો પ્રસાદ મહા મૂલ્યવાન છે : પ્રસાદની રોટલીના શબ્દો માં ગુરુ નો મહિમાગાન
હું તે ભાગ્યશાળી રોટલી છું , જે સતગુરુના સેવકો દ્વારા ખૂબ જ ભક્તિ અને પ્રેમથી બનાવાઈ છું.
મને એક સુંદર થાળીમાં રાખીને, રંગબેરંગી રેશમી રૂમાલથી ઢાંકીને, સતગુરુજીની સામે ખૂબ આદર સાથે લાવવામાં આવે છે.
હું લગભગ 15 મિનિટ સુધી સતગુરુજીની સામે રહું છું. આ 15 મિનિટ મારા જીવનની સૌથી ખુશીની ક્ષણો છે, જ્યારે હું સતગુરુને ખૂબ નજીકથી જોઉં છું અને તેમના શબ્દો સાંભળીને મારામાં મધુરતા છવાઈ જાય છે.
સતગુરુ મને હાથ જોડીને સ્પર્શ કરે છે, ત્યારે હું માત્ર રોટલી જ નથી રહેતી, પરંતુ પ્રસાદ બની જાઉં છું.
જ્યારે મને રસોડામાં પાછી લાવવામાં આવે છે, ત્યારે રસ્તામાં જતા બધા સત્સંગી હાથ જોડીને નમસ્કાર કરે છે, કારણ કે હું રોટલી હોવા છતાં પ્રસાદ રૂપી અમૃત બની ગઈ હોઉં છું.
અમૃતથી ભરપૂર જ્યારે હું સત્સંગી ની થાળીમાં પહોંચું છું, ત્યારે હું એક એવી દવા બની જાઉ છું, જે દરેક અસાધ્ય રોગને મટાડે છે.
નામ મારું હોય છે, પણ સારવાર માત્ર ગુરુજી જ કરે છે.
હું પાણીમાં લોટ ભેળવીને નથી બનતી, પણ ભગવાન ના દિવ્ય નામ ના કીર્તન ને લોટમાં ભેળવીને બનું છું!
ગુરુના ઘરના ભંડારા ની, લંગર ની દાળ રોટલી એ વિશ્વનું સૌથી સ્વાદિષ્ટ ભોજન છે જે શરીર, મન અને આત્માની ભૂખ સંતોષે છે.
આ પણ વાંચો : કૃષ્ણ ભગવાન ને પ્રેમ પત્ર : શ્રીગુણવંત શાહ દ્વારા લિખિત