નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ

નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ

નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ

❛❛નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ.
પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી!

હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી.
દીવો પ્રગટયો ત્યાં તો, ટવરક-ટવરક વાતું કરી!

ઘંટી, પાણી, વાસીદું ને, ચૂલો ઘરવખરી.
જયાં જયાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી!

ભગવાન કૃષ્ણ ની ભવિષ્યવાણી
નજર કરું ત્યાં નારાયણ

ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી.
મેં તો વાવી જાર, પાકયાં-મોતી ફાટું ભરી!

અણસમજીમાં જે કંઈ વાવ્યું, બાવળ કે બોરડી.
પાછું વળી જો ત્યાં તો આંબા ને મંજરી!

પોથી, પુસ્તક, શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી.
ઢાઈ અક્ષર ધાગો કાઢું તેની તકલી ભરી!

આંગણ વાવું કદંબિયો ને, ઘટમાં યમુના ભરી.
પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી!❜❜


– પુષ્પા વ્યાસ

વિટામિન ના પ્રકાર, તેનું મહત્ત્વ અને નૈસર્ગિક સ્રોત

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *