દેવો ના દેવ મહાદેવ ની લીલા : એક લોકકથા

દેવો ના દેવ મહાદેવ

દેવો ના દેવ મહાદેવ ની લીલા : એક લોકકથા

એકવાર દેવલોકમાં મીઠો ઝઘડો જામ્યો. માતા લક્ષ્મીજી અને માતા બ્રમ્હાણીએ માતા પાર્વતીજીને ચઢાવ્યા કે તેઓ દેવોના દેવ મહાદેવના ધર્મ પત્ની હોવા છતાં તેમના માથે ઘરેણા કે આભૂષણ નામની કોઈ ચીજ નથી તો તેની સાથે અન્યાય થઈ રહ્યો છે.

ત્યારે માતા પાર્વતી તેમની વાતમાં આવી જઇને મહાદેવ પાસે ગયા અને મહાદેવને કહ્યું કે “હે સ્વામી.. તમે દેવોના દેવ મહાદેવ અને જગતના પિતા હોય ત્યારે હું તમારી પત્ની મને આભૂષણના નામે એક પણ વસ્તુ કેમ નહીં તો હું તમારા થી નારાજ છું. મને જ્યાં સુધી આભૂષણ ઘરેણા નહીં કરાવી આપો ત્યાં સુધી હું તમારી સાથે વાત નહીં કરું.”


ત્યારે મહાદેવે જરાક હસીને માતા પાર્વતીને કહ્યું, “હે દેવી.. આ લ્યો.. આ ચપટી ભભૂત લઈને તમે આપણા કુબેર પાસે કુબેરજી પાસે જાઓ અને તેમને કહેજો કે આ ચપટી ભભૂત ના બદલામાં જેટલા પણ ઘરેણા આભૂષણ આવે તે મને આપી દો.”

શોક ના સમાચાર શિષ્ટાચાર

ત્યારે માતા પાર્વતી થોડા ગુસ્સે થઈને મહાદેવ ને કહ્યું, “હે સ્વામી.. તમારે મને આભૂષણ ન આપવા હોય તો કાંઈ નહીં પણ મને નીચા જોયા જેવું થાય તેવું મહેરબાની કરીને ના કરો.”

ત્યારે મહાદેવ થોડા સ્મિત સાથે માતા પાર્વતીને કહ્યું “હે દેવી.. તમે એકવાર જાવ તો ખરા.” ત્યારે માતા પાર્વતી થોડા ગુસ્સા સાથે કુબેરજી પાસે આવ્યા અને કહ્યું, “હે કુબેરજી.. મહાદેવ ની આજ્ઞા છે કે આ ચપટી ભભૂત ના બદલામાં જે કંઈ પણ આભૂષણો આવે તે મને આપી દો.”


પછી કુબેરજી એ ચપટી ભભૂત ને ત્રાજવાના એક પલડામાં મૂકી અને બીજા પલડામાં પોતાના ભંડારમાંથી એક પછી એક આભૂષણ મૂકવા લાગ્યા. કુબેરજી નો તમામ ભંડાર ખાલી થઈ ગયો પણ ત્રાજવા નું પલડું જરા સરખું પણ ના ડગ્યું.

ત્યારે માતા પાર્વતીના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા અને તરત જ દોડતા મહાદેવ પાસે આવ્યા અને મહાદેવને કહ્યું “હે સ્વામી.. મને ક્ષમા કરો, મને નહોતી ખબર કે આ દુનિયામાં જીવસૃષ્ટિમાં કે દેવલોકમાં જે વસ્તુ તમારી પાસે છે એ કોઈની પાસે નથી.”

Also read: કૃષ્ણ ભગવાન ઉવાચ : ઘોર કળિયુગ કેવો હોય?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *