ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજી વચ્ચે પ્રશ્નોત્તરી
ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજી વચ્ચે પ્રશ્નોત્તરી
ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું અને
ચારેય આશ્રમોના ધર્મો સમજાવ્યા. ઉદ્ધવજી પ્રશ્નો પૂછે છે અને ભગવાન શ્રીકૃષ્ણ જવાબ આપે છે.
🔴શમ એટલે શું ?
બુદ્ધિ ને પરમાત્મામાં સ્થાપવી તે શમ છે.
🔴દમ એટલે શું?
ઇન્દ્રિયોને વશ કરવી તે દમ છે.
🔴દાન કોને કહેવાય ?
કોઈ પણ પ્રાણીનો દ્રોહ ના કરવો તે શ્રેષ્ઠ દાન છે.
🔴તપ કોને કહેવાય?
સર્વ કામનાઓનો ત્યાગ એ તપ છે.
🔴શૌર્ય કોને કહેવાય?
વાસનાને જીતવી તે શૌર્ય છે. સ્વભાવ પર વિજય મેળવવો તે શૌર્ય છે.
🔴સત્ય કોને કહેવાય?
બ્રહ્મનો વિચાર કરવો તે સત્ય છે.
🔴સાચું ધન કયું?
ધર્મ (સ્વ-ધર્મ) એ જ મનુષ્યનું ઉત્તમ ધન છે.
🔴લાભ કયો?
પરમાત્માની ભક્તિ મળવી તે ઉત્તમ લાભ છે.
🔴પંડિત કોણ?
બંધન અને મોક્ષનું તત્વ જાણે તે પંડિત. જ્ઞાન પ્રમાણે ક્રિયા કરે, તે સાચો જ્ઞાની-પંડિત.
🔴મૂર્ખ કોણ?
શરીરને જે આત્મા માને છે, તે મૂર્ખ છે. ઇન્દ્રિય સુખમાં ફસાયેલો તે અજ્ઞાની મૂર્ખ છે.
🔴ધનવાન કોણ?
ગુણોથી સંપન્ન અને સંતોષી, તે ધનવાન.
🔴દરિદ્ર કોણ?
જે અસંતોષી છે, તે ગરીબ છે. જે મળ્યું છે, તે જેને ઓછું લાગે છે ગરીબ છે.
🔴જીવ કોણ?
માયાને આધીન થયો છે તે જીવ. સંસારના વિષયોમાં ફસાયેલો અને ઇન્દ્રિયોનો ગુલામ છે તે.
🔴વીર કોણ?
અંદરના શત્રુઓ (વિષયો)ને મારે તે વીર.
🔴સ્વર્ગ શું અને નર્ક શું?
અભિમાન મારે અને સત્વગુણ વધે, પરોપકારની ઈચ્છા થાય, તો સમજવું કે તે સ્વર્ગમાં છે. આળસ, નિંદ્રાને ભોગમાં સમય જાય તો સમજવું કે તે નર્કમાં છે.
Also read : ગુજરાતી ડોકટરે યુગાન્ડા ના ક્રૂર શાસક પાસે શું ફી માંગી? – સત્ય ઘટના