ગુજરાતી ડોકટરે યુગાન્ડા ના ક્રૂર શાસક પાસે શું ફી માંગી? – સત્ય ઘટના

સોરાયસીસ નો ઉપચાર

ગુજરાતી ડોકટરે યુગાન્ડા ના ક્રૂર શાસક પાસે શું ફી માંગી? – સત્ય ઘટના

વરસો પહેલા ની સત્ય ઘટના છે. સૌરાષ્ટ્રના પોરબંદરના સાગરકાંઠાના એક નાનકડા ગામડાનો દલિત યુવક એક કંપનીના મજુર તરીકે સામાન ઊંચકવા દરિયાઈ જહાજ (સ્ટીમર) મા મજુર તરીકે આફ્રિકા ગયેલો. શેઠે એને આફ્રિકા યુગાન્ડા જ રોકી લીધો. અને એની પત્નીને પણ ત્યાંજ બોલાવી લીધી. સમય જતા એ દલિત દંપત્તિને એક બાળક જનમ્યુ. અને એ યુગાન્ડા નોજ નાગરિક બન્યો. ત્યાજ થોડુ ભણી ગણીને મોટો થયો. અને ત્યાના એનાજ દલિત સમાજ માની એક કન્યાને પરણ્યો. એને પણ બે ત્રણ બાળકો થયા.

ઈદી અમીન – યુગાન્ડા નો ક્રૂર શાસક

પણ ૧૯૭૨ મા આફ્રિકાના આ દેશ યુગાન્ડામા કાળમુખા ક્રૂર સરમુખત્યાર શાશક ઈદી-અમીન નુ રાજ આવ્યુ. એણે રાતોરાત ફતવો બહાર પાડીને આફ્રિકા સિવાયની તમામ પ્રજાની માલ,મિલકતો, ધંધાઓ લુંટીને જપ્ત કરી લીધા. ચારે કોર અત્યાચાર ફેલાવ્યો. અને પહેરે લુગડે યુગાન્ડાના વતની હોવા છતા નોન આફ્રિકન પ્રજાના ભારત, પાકિસ્તાન બાંગ્લાદેશી એવા તમામ નાગરિકોને રાતોરાત હાંકી કાઢયા.

Idi Amin

વાસંતી મકવાણા અને તેનો પરિવાર

યુગાન્ડાના કાળીયા હબસી લશ્કરે એશિયનો ઉપર પારાવાર અત્યાચારો કર્યા. તમામ નોન આફ્રિકનો મોટા ભાગના ગુજરાતીઓ બે હાથ જોડીને ભાગી છૂટયા. કેટલાક વતન પરત આવ્યા. કેટલાકને ઈંગ્લેન્ડે નિરાશ્રિતો તરીકે સ્વીકારીને કેમ્પમા રાખ્યા. એમા આ દલિત દંપત્તિ પણ એમની એક કુમળી વયની સગીર દિકરી વસંતી મકવાણા સાથે એ રેફયુજી કેમ્પમા સંઘર્ષ કરીને કુટુંબ કબિલા સાથે રહ્યા.

સ્કૂલો અને હોસ્પિટલો ની વ્યવસ્થા મદદરૂપ થઈ

બ્રિટિશ સરકારે એમને ખૂબજ દુર અલાયદા ભલે રાખ્યા. પણ બ્રિટિશ સરકારે એમની યુરોપિયન મિશનરીઓની મદદથી આ વિસ્થાપિત શરણાર્થીઓ માટે મંદિરો કે મસ્જિદો બાંધવાને બદલે એમના પરિવારના નાના બાળકો માટે અલગ સ્કુલો અને બિમાર વૃદ્ધો માટે અલગ હોસ્પિટલોની વ્યવસ્થા કરી. કોઈનો સમય એક સરખો રહેતો નથી. કાળનુ ચકરડુ ફરી ગયુ અને…સમય જતા વરસો પછી યુગાન્ડાના ક્રૂર શાશક ઈદી અમીન ના લશ્કરી સરમુખત્યાર શાશનનો કરૂણ અંત આવ્યો. એણે પોતે ભાગવુ પડયુ.

ઈદીઅમીનને થઈ કિડનીની જીવલેણ બિમારી

ઉમર અને કર્મો કોઈને છોડતા નથી. એ ઈદીઅમીન કિડનીની જીવલેણ બિમારીઓમા સપડાયો. સાઉદી અરેબિયામા અદ્યતન હોસ્પિટલમા વીઆઈપી પેશન્ટ તરીકે લવાયો. એને બચાવવા ઢગલો રૂપિયા ખર્ચાયા. ચારે બાજુ શોધ થઈ કે આખા વિશ્વમાથી શ્રેષ્ઠ કિડની સ્પેશિયાલિસ્ટ ડૉકટર બોલાવો. કેનેડાથી એક વિશ્વ વિખ્યાત મહિલા કિડની સ્પેશિયાલીસ્ટને તાત્કાલિક બોલાવાઈ. આ સત્ય ઘટના ને ધ્યાન થી વાંચજો.

વાસંતી મકવાણા એ કરી સારવાર

એ મહિલા કિડની સ્પેશિયાલીસ્ટ બીજુ કોઈ નહી પણ…વરસો પહેલા ઈદીઅમીને સત્તાના મદ અને ગુમાનમા હાંકી કાઢેલા સિત્તેર હજાર પરિવારો પૈકીના એક દલિત પરિવારની બાર વરસની વયે યુગાન્ડાથી હાંકી કઢાયેલી માસુમ દલિત દિકરી વસંતી મકવાણા હતી. એ ઈંગ્લેન્ડમા ભણી ગણીને ડૉકટર બની. તથા મિશનરીઓની મદદથી વધુ ભણવા કૅનૅડા ગઈ અને ત્યાજ સેટ થઈ ગઈ હતી. એણે સાઉદી અરેબિયાની વિખ્યાત હોસ્પિટલમા આવીને તાબડતોબ ઈદી અમીનનુ અતિ જોખમી હીમોડાયાલીસીસ કર્યુ. અને વધુ સારવાર માટે કેનેડાની અદ્યતન હોસ્પિટલમા શિફટ પણ કર્યા.

ઈદીઅમીને બે હાથ જોડીને શું કહ્યું?

કરોડોની ફી માથી એક રૂપિયો લીધા વગર શ્રેષ્ઠ સારવાર આપી. થોડો સાજો થયા પછી ઈદીઅમીને એ લેડી ડૉકટરને બે હાથ જોડયા કે તમારા હીસાબે હુ બચ્યો, નવા શ્વાસ લઈ શકુ છુ. તમે મારા ભગવાન છો. તમારી ફી લઈ લો. ત્યારે એ દલિત લેડી ડૉકટર વાસંતી મકવાણાએ સામે બે હાથ જોડીને કહ્યુ કે, જે વ્યક્તિએ સત્તાના મદ અને ગુમાનમા છકી જઈને, બહેકી જઈને મારા મા-બાપ સહીત અમને લૂંટી લીધા હતા. અને રડતા કકળતા કાઢયા હતા…અમે કોઈ પણ કારણો વગર ત્રણ ચાર દિવસ અન્ન પાણી વગર સરહદ ઉપર ભટકયા હતા. અને સરહદ પાર કરીને રેફયુજી કેમ્પમા પહોચ્યા ત્યારે મને બે બિસ્કીટ કોઈક દયાળુ મુસ્લીમ બાઈએ આપ્યાનુ યાદ છે. એ અત્યાચારો આજેય હુ ભુલી નથી.

Prayer

ડોક્ટરે માંગી અનોખી ફી

જો તમને એ બાબતો નો પસ્તાવો થાય, અને માફી માંગો એજ મારી ફી છે. મારા માબાપ અને દાદા દાદી તો આ આઘાતમા સમય જતાં ગુજરી ગયા. તેઓનો આત્મા કયારેય તમને માફ નહી કરે. પણ હુ એક હિંદુસ્તાની ગુજરાતની સુદામાપુરી…પોરબંદરની પૂજય મહાત્મા ગાંધીબાપુની કર્મભૂમિનુ લોહી છુ. એટલે મેં તમને માફ કરી દિધા છે. અને મે સાચા દિલથી હ્રદયમા દયા અને કરૂણાના ભાવથી એક લાચાર અને જીવલેણ રોગથી પિડિત દર્દીની સેવા કર્યાનુ પુણ્ય મેળવ્યુ છે. હુ તો માફ કરી દઈશ…પણ તમારા કર્મો તમને નહી છોડે. તમે તમારી વિચારધારાના અનેક ઈદીઅમીનો પૈદા કરીને ઘોર પાપ કર્યુ છે. પણ હુ કાયમ તમારી મફત સેવા જ કરીશ. કારણ કે તમારી આજની પરિસ્થિતિ લાચાર અને દયાજનક છે.

ભારતીય શાસ્ત્રો અને કર્મનો સિદ્ધાંત

હુ બદલાની વેરભાવનામા માનતી નથી. કારણ કે મે હાલમા જ બે વરસથી સાંજની કૉલેજના મેડીકલ લૅકચરો બંધ કર્યા છે. મે હિંદુસ્તાની શાસ્ત્રોનો અભ્યાસ ચાલુ કર્યો છે. સમય મળ્યે નિયમિત વાંચ્યા છે. એના આધારે કહુ છુ કે કર્મો કોઈને છોડતા નથી. મારે ના કહેવુ જોઈએ પણ… સર તમે પણ ચોક્કસ કર્મોની સજા ભોગવો છો. અને આટલુ સાંભળતા જ વિશ્વનો એ અતિ ભયંકર ક્રૂર અત્યાચારી શાશક ધ્રુસકે ધ્રુસકે ને પોકેપોકે રોઈ પડેલો. અને એ દલિત લેડી ડૉકટર વાસંતિ મકવાણા એ એની ફાઈલમા લાંબુ પ્રિશ્ક્રિપ્શન લખીને કોઈ પણ પ્રતિક્રિયા વગર બીજા અન્ય પેશન્ટની સેવામા પરોવાઈ ગયેલી.

ડૉકટર વાસંતી મકવાણા નું હાલનુ જીવન

આ સત્ય ઘટના ના મુખ્ય નાયક, આજેય જબરજસ્ત પર્સનાલિટી ધરાવતી જૈફ વયે પહોંચેલી આ વિશ્વ વિખ્યાત દલિત લેડી ડૉકટર વાસંતી મકવાણા કેનેડામા એજ અદાથી ધીમે પગલે ચાલતી દરેક દર્દીઓની ભગવાન બનીને સેવા કરે છે. આજેય એને શેષ જીવન સુદામાપુરી મા એટલે કે મહાત્મા ગાંધીની અને પોતાના દાદા દાદીની જન્મભૂમિ અને મૂળ માતૃભૂમિ એવા સુદામાપુરી પોરબંદરમા ગાળવાની ઈચ્છાઓ છે. કે જે પવિત્ર ભૂમિની અનેક વાતો અને સંસ્મરણો એણે માત્ર દાદા,દાદી પાસે બચપનમા રેફયુજી કેમ્પમા તંબુમા કડકડતી ઠંડીમા માત્ર આ સોરઠધરા સૌરાષ્ટ્રની વાતોજ સાંભળેલી છે. એને પોતાને ગુજરાતી કાઠીયાવાડી ભોજન બનાવતા સહેજેય ફાવતુ નથી..

ગુજરાતી ભોજન જેવું કઈ નહીં

સમયના અભાવે એવો પ્રયત્ન કયારેય નથી કર્યો. પણ આજેય કૅનૅડામા એની ગુજરાતી રસોયણ બાઈના હાથનો બાજરાનો રોટલો અને દેશી ગોળ તથા કઢી ખિચડી, કયારેક ઢોકળા, ભજીયા પણ વાર તહેવારે ભોજનની થાળીમા અન્નપૂર્ણા દેવીના મંત્રો બોલી હાથ જોડયા પછીજ ભોજન ગ્રહણ કરે છે. વિદેશમા જન્મી અને ઉછરી ને નામાંકિત ડૉકટર હોવા છતા આજેય ચોસઠ વરસની વયે ગુજરાતી બોલી તથા સમજી શકે છે.

ડૉ વાસંતી મકવાણા ની કોલર ટ્યુન

કોઈ લાખ કરે ચતુરાઈ…”કરમ કા ભેદ મીટે નહી ભાઈ”…એ ભજન એના મોબાઈલની કૉલરટ્યુન છે. એ લોકપ્રિય ભજન… ડૉ.વાસંતીનુ પ્રિય ભજન છે. નરસી મહેતા અને મીંરાબાઈ તથા દાસી જીવણના ભજનો પણ આજેય સાંભળવા એમને ખૂબ ગમે છે. હેમંત ચૌહાણ ને આજેય ચાલુ ગાડીમા કે પોતાના માલિકીના પ્રાઈવેટ ચૉપર હેલિકોપ્ટરમા એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમા વિઝીટો કરતા ચક્કરો લગાવતા સાંભળે છે.

ઈદી અમીન નુ શું થયુ ?

સલામ છે આ પોરબંદરનુ સુદામાપુરીનુ ખમીરવંતી ભૂમિનુ લોહી ધરાવતી આ દલિત ડૉ. વાસંતી મકવાણાને…પણ ઓલા યુગાન્ડાના ક્રૂર રાષ્ટ્રપતિ ઈદી અમીન નુ શું થયુ ?? એ જયારે આ ડૉ. વાસંતિને પૂછશો તો તરતજ કહે છે કે…સૉરી…પ્લીઝ એ યાદ ના કરાવશો. “કર્મો કોઈને છોડતા નથી”.

જીવનની છેલ્લી અવસ્થામા એ ઈદીઅમીન ના એટલા બધા બુરા હાલ થયા કે રિબાઈ રિબાઈને ૧૬ ઑગષ્ટ ૨૦૦૩ મા ગુજરી ગયો. જતા પહેલા એણે અનેક વાર ડૉ. વાસંતિ મકવાણાની ફોન ઉપર ધ્રુજતા અવાજે રોઈ રોઈને પલ પલ માફી માંગી. ડૉકટર વાસંતી એકજ વાકય કહેતી કે સર…હુ ઈન્ડીયન બ્લડ છુ. માફી માંગીને મને વધુ શરમાવશો નહી. મે તમને માફ કરીજ દિધા છે. તમારા માટે બીજુ તો હું શું કરી શકુ ? પણ ઈશ્વરને પણ હુ તમને માફ કરી દેવા પ્રાર્થના કરીશ… હા, માનવામાં નથી આવતું ને પણ આ સત્ય ઘટના દરેક અખબારો માં છપાયેલી છે.

ગુજરાતી થાળી

ડૉ વાસંતી સાથે દિનેશભાઈ ગઢવી ની મુલાકાત

હવે વાંચો કે જ્યારે શ્રી ગઢવી વાસંતી બેન ને મળ્યા ત્યારે તેમનો અનુભવ કેવો રહ્યો. તેઓ કહે છે : મારી સાથેનો…અત્યંત ટૂંકો અને સાવ નવો પરિચય..છતા આ પડછંદ અને જાજરમાન દેહાકૃતિ રૂપી ડૉ. વાસંતી મકવાણાને મારાથી અયોધ્યાના રામમંદિર વિશે સહજ પૂછાઈ ગયુ કે…”મેડમ…વૉટસ યોર આઈડીયા એન્ડ થૉટ અબાઉટ રામમંદિર ?? આર યુ ઈગર ટુ વીઝીટ અયોધ્યા ?? “…

જવાબમા હળવા સ્મીત અને કાર્ટિયર ચશ્માની અંદર તગતગતી સસલા જેવી નિર્દોષ આંખોમા સ્હેજ પણ ભાવ બદલાવ્યા વગર…એ ડૉ. વાસંતી મકવાણા વિદેશી લઢણના એના મધુર શુદ્ધ કાઠીયાવાડી લહેકામા પોતાના હ્રદય તરફ જમણા હાથની આંગળી મુકીને બોલ્યા કે…મીસ્ટર દિનેશ ગાઢવી…મારો વા’લો રામ તો આપણા બધાના હ્રદયમંદિર મા વસવો જોઈએ…તોજ કામનુ. બાકી..નું હંધુય નક્કામુ.

રોજ ઊઠીને આપણા હ્રદયમા બેઠેલા રામને સ્મરણ કરીને દરેક કામોમા વિનંતિ અને પ્રાર્થના સાથે આગળ કરો, અને એની સાક્ષીએ હંધાય કામ કરો…અને રોજ રાત્રે મીઠી નિંદર કરતા પહેલા…પાંચ મીનીટ રામજી નુ આંખો બંધ કરીને સ્મરણ કરો…એટલે કોઈ”દી વાંધો નોજ આવે. આ મારો ચોસઠ વરહ નો અનુભવ છે.”…..એવરી થીંગ ઈઝ બીકમ વેરી ઈઝીલી પોસીબલ. આ સાંભળીને હું તો દંગ થઈ ગયો.

બે ઘડી આનંદ થી આશ્ચર્ય ચકિત થઈ ગયો…મનોમન વંદન કર્યા કે..વાહ સમજણ ! ભગવાન…કેવા કેવા રૂપે આ દુનિયામા ફરતો હશે ?? તે”દી સાંજે આવી હળવી વાતો દરમ્યાન આ દલિત ડૉ. વાસંતી મકવાણામા મને રીતસર પરમાત્માનો આભાસ થયો. વાતાવરણમા રીતસર આ વાસંતી વાયરો છવાઈ ગયેલો લાગ્યો….

અને એ ડૉ. વાસંતીને મેં એમને અનુકુળ અને મનગમતા ભોજન માટે પૂછ્યુ તો થેંકયુ સાથે એટલુ બોલ્યા કે….”આજે મારે અગીયારશ નો ઉપવાસ છે. મારી દાદીમા એ કિધેલુ કે બેટા જીવનમા અગીયારશ તો કરવીજ…તારૂ હંધુય હારૂ થશે…એટલે આજે ય પણ હુ મદ્રાસથી દર વર્ષે અંગ્રેજી હિન્દુ પંચાંગ મંગાવુ છુ. એમાથી યાદ રાખીને મારા કેલેન્ડરની તારીખો મા રાઉન્ડ કરીને, બધીજ અગીયારશુ ઉપવાસ કરૂ છુ.

ઑન્લી વીથ એ લાર્જ ગ્લાસ ઑફ મિલ્ક… નો એનીથીંગ,નો ફ્રૂટ, નો જયુસ… આ સાંભળીને હુ ઘડીભર વિચારમા પડી ગયો કે…માણસની નાત જાત કે કૂળ ગમે તે હોય…પણ જેના લોહીમા સારા સંસ્કાર વણાઈ ગયા છે…એજ ઊંચુ કૂળ માનવુ. એના હ્રદયમા આજીવન રામ વસતો જ હશે. સંસ્કાર અને જ્ઞાન એ કોઈના બાપની જાગીર નથી.

પોરબંદરમા બાળપણ મા મહાત્મા ગાંધીને પણ “રામ” નામનો મંત્ર આપનાર એમની સૌ પ્રથમ મંત્રગુરૂ, દરરોજ સવારે આવીને એમનુ આંગણુ અને ફળીયુ વાળનારી એક દલિત મહિલાજ હતી ને ?? “જબ તુમ આયો જગતમે…જગ હસે તુમ રોય…પણ એસી કરણી કર ચલો…તુમ હસે જગ રોય”….આવુ જીવીએ તો લેખે લાગ્યુ ગણાય…

Also read : પ્રદીપની અસાધારણ સારપ અને પુસ્તકપ્રેમ – વડોદરા ની સત્ય ઘટના

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *