કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ કોના કોના માથે ધૂમ્યો રે લોલ (૨)
અંબા માને માથે ધૂમ્યો રે લોલ (૨)
કિયા કિયા ગામે પધરાવ્યો અલ્યા ગરબા (૨)
અંબાજી ગામે પધરાવ્યો રે લોલ (૨)
કિયા કિયા ગામે પધરાવ્યો અલ્યા ગરબા (૨)
પાવાગઢ ગામે પધરાવ્યો રે લોલ (૨)
કોના કોના માથે ધૂમ્યો અલ્યા ગરબા (૨)
ભદ્રકાળીમાના માથે ધૂમ્યો રે લોલ (૨)
કોના કોના માથે ધૂમ્યો અલ્યા ગરબા (૨)
કાળકા માને માથે ધૂમ્યો રે લોલ (૨)
કિયા કિયા ગામે પધરાવ્યો અલ્યા ગરબા (૨)
અમદાવાદ ગામે પધરાવ્યો રે લોલ (૨)
કેસરીયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા…
Also read : સનાતન ધર્મ ની મંદિર પૂજાનું વૈજ્ઞાનિક કારણ : ધજા, ઘંટ, મૂર્તિ, પરિક્રમા, દીવાનું મહત્વ