કોરોના વાયરસ સામે રક્ષાકવચ છે ગરમ પાણી અને બાષ્પ
કોરોના વાયરસ સામે રક્ષાકવચ છે ગરમ પાણી અને બાષ્પ
ગુજ્જુમિત્રો, કોરોના અને લોકડાઉનને ખરેખર ગંભીરતાથી લેવાનો સમય આવી ગયો છે. અનલોક થતાં જ તમારી બેદરકારી તમારી સાથે તમારા પરિવાર, સગા સંબંધીઓ અને મિત્રોને પણ હડફેટમાં લઇ લે એવા દિવસો આવી ગયા છે. આજે હું આ લેખમાં તમને જણાવવા માંગું છું કે કોરોના વાયરસ સામે રક્ષાકવચ છે ગરમ પાણી અને બાષ્પ (વરાળ કે સ્ટીમ).
પરિસ્થિતિની ગંભીરતાને સમજો
સૌપ્રથમ તો કામ વગર ઘરની બહાર ન જ નીકળો. માસ્ક પહેરો. વારંવાર હાથ ધોવો. શારીરિક અંતર જાળવી રાખો. આ બધા નિયમોનું પાલન કરવા છતાં લોકોને આ રોગ થઈ રહ્યો છે કારણકે શ્વાસ મારફત પ્રવેશેલા કોરોનાની અસર ગંભીર સ્ટેજમાં પહોંચે પછી જ ખબર પડે છે અને વેન્ટિલેટર આવી ગયા પછી લગભગ કોઈ બચતું નથી. હોસ્પિટલમાં જવું પડે પછી જે નરકની યાતના ભોગવવી પડે છે તે જે ગયા હોય તેમને પૂછજો. તેથી નીચેની પોસ્ટ ધ્યાનથી વાંચી અમલમાં મુકો તેવી આગ્રહભરી વિનંતી છે. યોગ્ય લાગે તો બધા સ્નેહીજનોને મોકલશો.
મિત્રો, શ્વાસનળી અને અન્નનળી બે અલગ અલગ માર્ગ છે જેના દ્વારા કોરોના વાયરસ શરીરની અંદર પ્રવેશ કરે છે.
અન્નનળીને વાયરસથી સુરક્ષિત રાખો
અન્નનળીને સેનિટાઈઝ કરવા માટે દિવસ માં ૪-૫ વાર ૧ ગ્લાસ ગરમ પાણી પીવો. જો તમે તમારા ગળા અને અન્નનળીને સુરક્ષિત રાખવા માટે હંમેશાં ગરમ પાણી પીતા રહેશો તો તમારા આંતરડાને પણ તે સાફ રાખશે અને બીમારીના કોઈ બેકટેરિયા કે વાયરસ શરીરમાં ઘર નહીં કરે. આ રીતે તમારો કોરોના વાયરસથી પાચનમાર્ગ સુરક્ષિત રહે છે.
શ્વાસનળીને વાયરસથી સુરક્ષિત રાખો
મિત્રો, બીજા પેરાનાસલ સાઇનસમાં નાકની પાછળ અસ્થિ હોય છે, તેની પાછળ એક પોલાણ હોય છે, જેમાં ચેપના જંતુઓ પસાર થાય છે. ત્યાં એક પ્રકારનું મિકેનિઝમ છે તેથી બહારના સૂક્ષ્મજંતુઓ મુખ્યત્વે ત્યાં જઇને અટવાઇ જાય છે. પરંતુ ત્યાંથી તેઓ ચાર દિવસમાં ફેફસાંમાં પહોંચી જાય છે. શરૂઆતમાં, સૂક્ષ્મજંતુઓ તમને કોઈ કનડગત કરતાં નથી, પરંતુ જ્યારે તેઓ ફેફસામાં પહોંચી જાય છે પછી શ્વાસ લેવાનું મુશ્કેલ બને છે. જો તમે પેરાનાસલ સાઇનસમાં તે જંતુઓ મારવા માંગતા હો, તો બાષ્પ લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે જે ગરમ પાણી પીએ છે તે ત્યાં કોઈ ફાયદો કરતું નથી.
બાષ્પનું તાપમાન
40 ડિગ્રી સેલ્સિયસની બાષ્પ સામાન્ય રીતે વાયરસને લંગડાવે છે. 60 ડિગ્રી સેલ્સિયસ બાષ્પ વાયરસને બિન અસરકારક બનાવે છે, અને તમારી રોગપ્રતિકારક શક્તિ તેને મારી શકે છે. 70 ડિગ્રી સેન્ટીગ્રેડ બાષ્પ વાયરસને સંપૂર્ણપણે મારે છે. આખું ચીન, જાપાન, હોંગકોંગ બાષ્પ પર છે. આપણા વડા પ્રધાન અને મુખ્યમંત્રી પણ આ જાણે છે અને તેઓ પણ બાષ્પ લે છે.
બાષ્પ કેટલીવાર લેવી જોઈએ?
જો તમે ઘરે જ રહો છો, તો એકવાર બાષ્પ લેવી. જો તમે શાકભાજી અથવા કંઈપણ ખરીદવા માટે જાવ છો, તો બે વાર બાષ્પ લો. જો તમે ઓફિસમાં લોકોને મળતા હો, તો તે ત્રણ વખત લો. જો કોઈ કોવિડ દર્દી સાથે સીધો સંપર્કમાં હોય, તો દર બે કલાકે બાષ્પ લેવી જરૂરી છે.
મિત્રો, ગરમ પાણી અને બાષ્પની સાથે સાથે ચહેરા પર માસ્ક પહેરવાનું અને એકબીજાથી સુરક્ષિત અંતર રાખવાનું અતિ આવશ્યક છે. મને આશા છે કે આ પોસ્ટ તમને અને તમારા સ્નેહીજનોને કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે મદદરૂપ થશે.
આવા જ ઉપયોગી પોસ્ટ વાંચવા માટે અહીં ક્લીક કરો : દાદીમાનો અમૃત ઉકાળો
Great work… explained everything very well.
બહુ જ સુંદર અને અદ્ભુત વર્ણન કર્યું છે
અભિનંદન