સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ ના અસરકારક ઘરગથ્થુ ઉપચાર

સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ

સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ ના અસરકારક ઘરગથ્થુ ઉપચાર

સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ એટલે શું?

સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ એ એક પ્રકારનો ડીજનરેટિવ રોગ છે જે તમારી ગરદનને અસર કરે છે. સામાન્ય રીતે, તમારા કરોડરજ્જુના હાડકાં અને તમારા કરોડરજ્જુ વચ્ચે એક નરમ ગાદી જેવી ડિસ્ક હોય છે. સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ માં આ ડિસ્ક દબાઈ જાય છે.

જ્યારે આવું થાય છે, ત્યારે ડિસ્કની દરેક બાજુએ કરોડરજ્જુને અડતી કોમલાસ્થિ, જે આ ડિસ્ક ને સ્પર્શ કરે છે, તે ઘસાઈ જાય છે. એકવાર આ રક્ષણાત્મક કોમલાસ્થિ ઘસાઈ જાય પછી, તમારા કરોડરજ્જુ ના હાડકાં, આ ગાડી વગર એકબીજા સાથે ઘસાય છે અને દુખાવો થાય છે.

સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ ના લક્ષણો

  • ગરદનમાં બહુ દુખાવો થાય છે જે વધીને તમારા હાથ અથવા ખભા સુધી પણ જાય છે.
  • માથાનો સતત દુખાવો થાય છે.
  • જ્યારે તમે તમારી ગરદન હલાવો તો એવું લાગે છે જાણે એ ભાગ પર કોઈ દબાણપૂર્વક પીસી રહ્યું હોય. અત્યંત અસહ્ય દુખાવો થાય છે.
  • તમારા હાથ અને પગમાં નબળાઇ લાગે છે. તમારા ખભા, ભૂજા અથવા હાથમાં વારંવાર ખાલી ચડી જાય છે, શૂન્ય અને નિષ્ક્રિય થઈ ગયા હોય એવું લાગે છે.
  • ગરદન અકડાઈ જાય છે.
  • તમારા શરીર નું સંતુલન જાળવવામાં મુશ્કેલી પડે છે. ચક્કર આવે છે.
Neck

શેક કરો : બહુ ફાયદો થશે

સર્વાઈકલ સ્પોન્ડિલોસિસની સમસ્યાથી પીડિત વ્યક્તિને ગરદનની આસપાસના સ્નાયુઓમાં દુખાવો, સખત અને પીડાદાયક લાગે છે. શેક કરવાથી બળતરા ઓછી થઈ શકે છે, સ્નાયુઓને આરામ મળે છે અને પીડામાંથી થોડી રાહત મળે છે. વળી, બીજો વિકલ્પ એ છે કે દુખતી જગ્યા પર પાણીનું ઠંડુ પેકેટ રાખો. અને પછી દુખતી જગ્યા પર ગરમ પાણીનું પેકેટ મૂકો.

ગરદન ની સ્થિતિ પર સતત ધ્યાન આપો

માથું નમાવીને વજન કે કામ ન કરવું જોઈએ. ગરદનના જ્ઞાનતંતુઓને મજબૂત કરવા માટે ગરદનની કસરત કરો. આ કસરત બહુ સરળ છે. બહુ જ ધીરે ધીરે માથું ઉપર કરો અને પછી નીચે કરો. આમ ત્રણ વાર કરવું. પછી ડાબી બાજુ લઈ જાઓ અને પછી જમણી બાજુ. આ પણ ત્રણ વાર કરવું. પછી ડાબા કાન ને ડાબા ખભા ની નજીક લઈ જાઓ અને પછી જમણા કાન ને જમણા ખભા તરફ લઈ જાઓ. આ બધી જ કસરતો બહુ ધીરે ધીરે કરવી. બિલકુલ જોર લગાવવું નહીં. જેટલું થાય એટલું જ કરવું.

સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ થાય તો કેવી રીતે સૂવું?

ઓશીકું વગર પીઠ પર સૂઈ જાઓ. તમારા પેટ પર સૂશો નહીં. વ્યક્તિએ સખત પથારી પર સૂવું જોઈએ જેથી કરોડરજ્જુ સારી રહે. દુખાવો અસહ્ય હોય તો ડૉક્ટર ની સલાહનુસાર પેઈન કીલર લેવી.

ખાડા વાળા રસ્તા પર સ્કૂટર કે ગાડી ચલાવાનું ટાળો

રસ્તા પર પડેલા ખાડાઓ પર તમારી કાર ન ચલાવો. તેનાથી દુખાવો વધશે. ધ્યાન રાખો કે બહુ ઝટકા ના લાગે. રિક્ષા માં જો તો તેને કહો કે તમને તકલીફ છે. જો ખાડાવાળા રસ્તા પર જવું પડે તો ધીરે ધીરે ચલાવો. આનાથી ઝટકા ઓછા લાગશે. ઘરે થી ૧૫ મિનિટ વહેલા નીકળો એટલે ઉતાવળે ડ્રાઈવ ના કરવું પડે.

કોમ્પ્યુટર ની સામે કલાકો બેસી ન રહો

કોમ્પ્યુટર પર લાંબો સમય બેસી ન રહો. અને વચ્ચે પગના અંગૂઠા પર ઉભા રહીને બંને હાથ જોડીને આકાશની જેમ ઉપર કરો. ખભા અને ગરદનને થોડી થોડી કસરત કરો.

doctor neck pain

ખાવા પીવા માં શું ધ્યાન રાખવું?

વિટામિન બી અને કેલ્શિયમથી ભરપૂર ખોરાક લો. બદામ, પિસ્તા અને અખરોટમાં પ્રોટીન અને મેગ્નેશિયમ મળી આવે છે, સાથે વિટામીન E અને B-1, B-6 અને B-9, દૂધ, ગાજર, સ્ટ્રોબેરી, કેળા, કોબી, ડુંગળી, આને પણ તમારા આહારમાં સામેલ કરો. 1 ગ્લાસ દૂધમાં 4 લસણ ઉકાળી, સૂતા સમયે પીવાથી ફાયદો થશે.

Also read : દાંતમાં સડો થયો છે? કરો ઘરેલુ ઉપચાર દ્વારા સારવાર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *