પૌઆ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, અત્યંત પૌષ્ટિક પણ છે!
પૌઆ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, અત્યંત પૌષ્ટિક પણ છે!
ભૂખને તરત શાંત કરવા માટે માત્ર પૌંઆ નો વિચાર સૌથી પહેલા ધ્યાનમાં આવે છે. પૌંઆ આરોગ્યપ્રદ છે અને નાસ્તા કે રાતે હળવા ભોજન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ગુજજુમિત્રો, પૌંઆ ખાવાથી તમારી ભૂખ જ દૂર નહીં થાય, પણ તેની સાથે સાથે અગણિત ફાયદા પણ થશે. ચાલો વાંચીએ : પૌઆ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, અત્યંત પૌષ્ટિક પણ છે!
શરીર ને તાકાત મળે છે
પૌંઆ દિવસની શરૂઆત કરવાનું ઉત્તમ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વિકલ્પ છે. તેમાં હોય છે કાર્બોહાઈડ્રેટ જે શરીર ને પૂરતી શક્તિ આપે છે અને લાંબા સમાય સુધી પેટ ભરેલું છે એવું લાગે છે, જેને કારણે ભૂખ લાગતી નથી અને બીજું કાઇ ખાવાની ઈચ્છા પણ થતી નથી. કાર્બોહાઈડ્રેટ ના અભાવ ને લીધે વ્યક્તિ થાક અને અશક્તિ નો અનુભવ કરે છે. પૌંઆ ખાવાથી આ તકલીફ દૂર થઈ શકે છે.
મેદસ્વીતા દૂર થાય છે
શરીર ને ખડતલ અને બરાબર આકારમાં રાખવા માટે પૌંઆ ખૂબ ફાયદાકારક છે કારણકે તેમાં ખૂબ ઓછી માત્રામાં કેલરી હોય છે અને પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. જો તમે નાસ્તા માં પૌંઆ ખાઈને તમારા દિવસની શરૂઆત કરો છો તો તમારા શરીર માં અનાવશ્યક મેદ જમા થતો નથી તેમજ ઉચિત આકાર જાળવી શકયા છે. વાંચો : બિનજરૂરી ચરબીને દૂર કરવાના ૮ ઉપાય
કબજિયાત દૂર કરે છે
પૌઆ માં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળે છે તેથી તે પાચન કરવામાં હળવા છે. તે પાચનશક્તિને વધારે છે અને કબજિયાત ની તકલીફ ને પણ દૂર કરે છે. તે જઠર ની સાથે સાથે આંતરડા ની પણ આંતરિક શુદ્ધિ કરે છે. તેથી બહુ સારી રીતે પેટ સાફ થઈ જાય છે.
ડાયાબિટીઝ માં ફાયદાકારક
મિત્રો, ડાયાબિટીઝ ના દર્દીઓ હંમેશા ફરિયાદ કરતાં હોય છે કે દરેક પ્રકારના ખોરાક ની પરેજી ને કારણે શું ખાવું એ જ સમજમાં નથી આવતું. તેમના માટે ઉત્તમ ઉપાય છે, પૌઆ. પૌંઆ માં ફાઈબર ની માત્રા વધારે હોવાને કારણે તેનું સેવન કરવાથી લોહીમાં સુગર લેવલ વધતું નથી. એટલે કે લોહીમાં ખાંડ ની માત્રા નિયંત્રિત કરી શકાય છે. જો પૌઆ ને નિયમિતતાથી ખાવામાં આવે તો, લોહીમાં ક્યારેય સુગર ના સ્તર નું પ્રમાણ વધી જતું બંધ થઈ જશે.
હાડકાં ને મજબૂત બનાવે છે
પૌંઆ માં રહેલા પોષક તત્ત્વો અને ખનીજો તમારા હાડકાંને સ્વસ્થ અને મજબૂત બનાવે છે. આ માટે તમને ભાવે તો, પૌંઆ અને દહીં નું સેવન પણ નિયમિતપણે કરી શકો છો.
આયર્ન ની ઉણપ ને દૂર કરે છે
એટલે માત્ર મેદસ્વીતા જ નહીં લોહીની ઉણપ પણ દૂર કરે છે. ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓ ને હિમોગ્લોબીન ની કમી થઈ જાય છે જેને ડોકટરો એનેમિયા રોગ થી ઓળખે છે. આવા સમયે જો પૌઆ ખાવામાં આવે તો ફાયદો થઈ શકે છે કારણકે પૌઆ માં આયર્નની માત્રા વધારે હોય છે તેથી તે શરીરમાં લોહીના કોષોના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Also read: નોની, તારો મહિમા અપરંપાર – જાણો નોની ના અકસીર ફાયદા