પગ ના તળિયા બળવા ના કારણો અને બળતરાના ઘરેલુ ઉપચાર

કપૂર ના ફાયદા

પગ ના તળિયા બળવા ના કારણો અને આ બળતરાના ઉપચાર

ગરમીમાં પગના તળિયામાં બળતરા થવી એક સામાન્ય વાત છે. આ સમસ્યા ખાસ કરીને 30 થી 50 વર્ષના લોકોમાં સામાન્ય જોવા મળે છે. હવે તો આ સમસ્યા જવાન લોકોમાં પણ જોવા મળી રહી છે.

પગના તળિયા બળવા ના કારણો

જેનું કારણ છે. શરીરમાં વિટામીન બી12ની ઉણપ, ડાયાબિટીસ ન્યુરોપૈથી સહિતના કારણ છે. તે સિવાય પગના તળિયામાં બળતરા ત્યારે થાય છે. જ્યારે પગમાં બ્લડ સર્કુલેશન ઓછું હોય અને લાંબા સમય સુધી ઉભા રહીને કામ કરવું પડે છે. આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીશું જેના ઉપયોગથી તમે પગ ના તળિયા બળવા થી રાહત મેળવી શકો છો.

મસૂર ની દાળ ની પેસ્ટ

પગના તળિયાની બળતરા દૂર કરવા માટે મસૂરની દાળ પીસીને પેસ્ટ બનાવી લો અને રાત્રે તેને પગના તળિયા પર લગાવીને સૂઇ જાવ. જેનાથી તળિયાને ખૂબ ઠંડક મળશે અને આ સમસ્યાથી રાહત મળી શકે છે.

તેલની માલિશ

આદુના રસમાં થોડાક પ્રમાણમાં જૈતુનનું કે નારિયેળ તેલ મિકસ કરીને ગરમ કરી લો અને ઠંડુ કરીને તેનાથી 10 મિનિટ માટે પગના તળિયાની માલિશ કરો. જેથી આ તળિયામાં થતી જ્વલન દૂર થશે.

નીલગીરી તેલના ફાયદા

જૂતાં ની સાઇઝ

પગ ના તળિયા બળવા નું એક મુખ્ય કારણ છે કે પગમાં ટાઈટ જૂતાં પહેરવા. વધારે ટાઇટ જૂતા ન પહેરવા જોઇએ. જેનાથી પણ બ્લડ સર્કુલેશન ઓછું થઇ જાય છે.

લીલા ઘાસ પર ચાલો

વહેલી સવારે ઉઠીને ખુલ્લા પગે લીલા ઘાસ પર ચાલવું જોઇએ. લીલા ઘાસ પર ચાલવાથી પગના તળિયાની બળતરા ઓછી થઇ જાય છે. પગ ના તળિયા બળવા થી રાહત મળશે અને તણાવ પણ દૂર થશે.

તણાવ દૂર કરવાના ઉપાયો

દૂધી ને પેસ્ટ

પગની ગરમી અને બળતરાથી રાહત મેળવવા માટે દુધીને ખમણીને તેમની પેસ્ટ બનાવો અને આ પેસ્ટને પગના તળિયા પર લગાવવાથી ખૂબ રાહત મળી શકે છે.

સ્ત્રીઓ મહેંદી લગાવી શકે

મહેંદીમાં વિનેગર કે લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી તેને પગના તળિયા પર લગાવવાથી પગમાં થતા બળતરા દૂર થાય છે.

ધાણા અને ખાંડ

સૂકા ધાણા અને ખાંડને સરખા પ્રમાણમાં લઇને પીસી લો. રોજ તેનો 2 ચમચી ચાર વખત ઠંડા પાણી સાથે સેવન કરવાથી હાથ અને પગના બળતરાની સમસ્યા કાયમ માટે દૂર થાય છે.

એલોવેરા

રાત્રે સૂતા સમયે પગના તળિયામાં એલોવેરા જેલ નીકાળીને લગાવવાથી પણ બળતરાથી રાહત મળી શકે છે.

દાડમના પાન

દાડમના પાનને પીસીને તેની પેસ્ટ મહેંદીની જેમ પગના તળિયા પર લગાવવી જોઇએ.

દાડમ

માખણ અને ખાંડ

માખણ અને ખાંડ સરખા પ્રમાણમાં લઇને તેને બરાબર મિક્સ કરી લો અને તેને તેને પગના તળિયા કે હાથની હથેળીમાં લગાવવાથી પણ ખૂબ રાહત મળે છે.

Also read : પગના તળિયા પર ઘસો : નીલગીરી તેલના પ્રાચીન ફાયદા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *