સુખી જીવનના સોનેરી નિયમો

તણાવ દૂર કરવાના ઉપાયો

ગુજ્જુમિત્રો હું આજે તમારી સાથે સુખી જીવનના સોનેરી નિયમો શેર કરી રહી છું. હું ખુદ આમાંના અમુક નિયમોનું પાલન કરું છું. મારો અનુભવ છે કે નાનકડા પરિવર્તનથી જીવન નાની-નાની ખુશીઓથી ભરાઈ જાય છે. જેમ કે અહીં એક નિયમ એ લખ્યો છે કે શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ છે તેથી મનને હંમેશાં સકારાત્મક વિચારોથી ભરાયેલું રાખવું જોઈએ. વિચારો જેટલા પોઝીટીવ હશે, જીવન તેટલું જ સરળ રહેશે. તમે પણ સુખી જીવનના સોનેરી નિયમો નું પાલન કરીને જુઓ.

@ નિરાશાની વાતો કરતી વ્યક્તિ પાસે વધુ વખત ઉભા રહેવુ નહીં.

@ તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઇ પૂછે તો રોદણાં રડવા નહીં અને ”પહેલાં કરતાં ઘણું સારું છે” – તેમ જ કહેવું.

@ પાણી પણ એવી લિજજતથી પીવું જાણે શરબત પીતા હોવ.

@ ભૂતકાળની ભવ્યતાની વાતો કોઇને સંભળાવવી નહીં.

સુખી જીવન

@ કોઇ ગપ્પા મારતો હોય તો તેને ઉતારી પાડવો કે ટોકવો નહિ પણ, ”મારી સમજણ કંઇક જુદી છે” તેમ કહેવું.

@ શરીરની અંદર પ્રચંડ માનસિક શક્તિઓ રહેલી છે જે રોગો ઉપર ઝડપથી કાબૂ મેળવી લે છે તેને વિકસવાની તક આપવી.

@ મોડી રાત સુધી કારણ વગર ગપ્પાં મારવાથી માનસિક તથા આર્થિક દરિદ્રતા આવે છે, એટલે સમયસર સુવાનો નિયમ રાખવો .

@ ”મારુ નસીબ હવે જોરદાર થવાનું છે” તે આશા હંમેશાં જીવંત રાખવી.

@ હા કે ના થી પતી શકે તેવા સવાલના લાંબા જવાબ ટાળવા.

@ સંબંધો કામમાં આવશે તેવો ભરોસો રાખવો નહીં.

@ દરેક વ્યક્તિના વખાણ કરવાની કોઇપણ તક જતી કરવી નહીં.

@ કોઇનું પાણી પીવાનું થાય તો ”તમારા ઘરનું પાણી બહુ સરસ કે મીઠું કે ઠંડું છે” તેમ આભારવશ બોલવું.

@ દરેકને અંગત સમજીને વ્યવહાર કરવા નહીં.

@ નુકશાન સહન કરવાની તથા પોતાનાને ખોવાની હંમેશા માનસિક તૈયારી સાથે જીવવું .

સુખી જીવન માટે આવા જ સરળ અને સોનેરી નિયમો વાંચવા માટે અહીં ક્લીક કરો. બાપુજીની બોધપ્રદ વાતો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *