સાચી રે મારી સત્ય રે ભવાની માં

સાચી રે મારી સત્ય

સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં,

હું તો તારી સેવા કરીશ મૈયાલાલ,

નવ નવ રાત ના નોરતા કરીશ માં,

પૂજાઓ કરીશ માં, ગરબો ઝીલીશ મૈયાલાલ,

સાચી રે મારી સત્ રે ભવાની માં અંબા ભવાની માં,

હું તો તારી સેવા કરીશ મૈયાલાલ,

જ્યોતિ માં એક તારી છે જ્યોતિ,તારા સત નું ચમકે રે

મોતી શ્રદ્ધા વાળા ને તારું મોતી મળે રે માં, માડી રે …

તારી ભક્તિ ભવાની માં રાણી ભવાની માં,

હું તો તારા પગલા ચુમીશ મૈયાલાલ, સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં,

હું તો તારી સેવા કરીશ મૈયાલાલ,

તું તરનાર ની તારણહારી,દૈત્યો ને તે દીધા સંહારી,

શક્તિ શાળી ને તું તો જગની જનેતા માં .., માડી રે…

મારી શક્તિ ભવાની માં ભોલી ભવાની માં,

હું તો તારા વારણા લઈશ મૈયાલાલ

શરીર ની નાની મોટી તકલીફો નો આયુર્વેદિક ઉપચાર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *