ગુજરાતી સાહિત્યના અદ્ભુત શેર

ગુજરાતી સાહિત્યના અદ્ભુત શેર

ગુજરાતી સાહિત્યના અદ્ભુત શેર

ગુજજુમિત્રો આજે હું તમને પ્રખ્યાત ગુજરાતી લેખકો અને કવિઓના અમુક શેર જણાવવા માગું છું. આ લેખકો ગુજરાતની ગરિમા ના અભિન્ન અંગ છે. આપણી ભાષા આપણું ગૌરવ છે અને અહીં અમુક જ શબ્દોમાં ગૂઢ વાતો વાંચવા મળશે. તો ચાલો વાંચીએ : ગુજરાતી સાહિત્યના અદ્ભુત શેર

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
~રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે.
~રાજેન્દ્ર શુક્લ

જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર,
પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર?
~મનહર મોદી

શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!
~અનિલ ચાવડા

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી નહીંતર હું ના પાડું તને?
~ખલીલ ધનતેજવી

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા, તારે નગર જાવા,_
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.
~મનોજ ખંડેરિયા

ક્રોધ મારો જોઈને ડરશો નહીં,
પુષ્પના ડાઘા કદી પડતા નથી.
~ચિનુ મોદી

ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નૈં.
~અનિલ ચાવડા

ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી.
~ભાવેશ ભટ્ટ

અફસોસ, કેટલાય મને આગવા મળ્યા,
ગાલીબને, મારા શેર નથી વાંચવા મળ્યા.
~ભરત વીંઝુડા

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
~મરીઝ

હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
~ગૌરાંગ ઠાકર

જત જણાવવાનું તને કે, છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છ, ને એક ક્ષણ તારું સ્મરણ.
~રાજેન્દ્ર શુક્લ

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
~બરકત વિરાણી ‘બેફામ

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
હું કહું છું જિંદગી ધોવાય છે.
~શયદા

અને છેલ્લે…

ક્યારેક એવું લાગે કે’સંબંધો’ બીડી જેવા
થઈ ગયા છે, ટાઈમે ફૂંક ના મારોતો ઠરી જાય…
~અજાણ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *