અમદાવાદમાં લીલા લહેર છે!
દુનિયા આખીમાં કહેર છે,
પણ અમારે અમદાવાદમાં લીલા લહેર છે!
બે સમય મળે છે જમવાનું
અને બે ટાઈમ મળે છે ચા,
વોટસએપની શાયરીઓ પર
કરીએ છે વાહ વાહ…
બપોરે સૂવાની મજા અનેર છે,
અમારે અમદાવાદ માં લીલા લહેર છે!
ભાઈ ફરે ચડ્ડી પહેરી અને
બહેન ફરે છે ગાઉનમાં!
ઝઘડા થઈ ગયા બંધ બધા
સૌ ખોવાયા ટીવીના સાઉન્ડમાં!
વર્ષો પછી હાથમાં પત્તા ની પેર છે,
અમારે અમદાવાદ માં લીલા લહેર છે!
ઘટી ગયા ખર્ચ ઘરના અને
વધી ગઈ છે બચત હવે,
મોહ ગયો મોંઘા નાસ્તાનો
ઘરના થેપલા ભાવે હવે!
હોટેલો વિનાનું હવે શહેર છે,
અમારે અમદાવાદ માં લીલા લહેર છે!
પીઝા બંધ અને પાસ્તાએ બંધ,
શરીર બગાડનાર નાસ્તાએ બંધ,
ઘરમાં બને તે ભૂલાતું હતું,
તેની સાથે બંધાયા ફરી સંબંધ!
ઘરવાળીના હાથની મહેર છે,
અમારે અમદાવાદ માં લીલા લહેર છે!
સાથે મળીને કરીએ છે રસોઈ,
થઇએ રાજી એને ચાખી જોઈ,
ઘરને કરીએ છીએ ચોખ્ખું ચણાક,
કામ કરીએ એવું કે આવે નહિ વાંક,
કરવા જેવા કામ ઘરમાં અનેક છે,
અમારે અમદાવાદ માં લીલા લહેર છે!
ગીત, ગઝલ અને સંગીતની મજા,
યુ-ટ્યુબ ના સથવારે ગીતોની મજા,
ગમતા ગીતોના સંગાથ માં હવે,
રોજિંદી બની ગઈ છે રજા….
વોટસએપમાં આવતા વિડીઓની
ભરમાર આઠેય પ્રહર છે..
અમારે અમદાવાદમાં લીલા લહેર છે!
છે બંધ મંદિરો અને
છે મસ્જિદને તાળા,
પૂનમ ભરવા વાળા
ફેરવે છે ઘરે માળા..
તોય જીવનમાં ક્યાં કઈ ફેર છે?
અમારે અમદાવાદ માં લીલા લહેર છે!
મોઢા પર બંધાયા માસ્ક છે,
હાથમાં ના કોઈ ટાસ્ક છે,
ફોન પણ ઝાઝા વાગતા નથી,
ના ટેન્શન ના ત્રાસ છે…
કેવું ડાહ્યા દીકરા જેવું શહેર છે,
અમારે અમદાવાદ માં લીલા લહેર છે!
હા, દુનિયા આખીમાં કહેર છે,
પણ અમારે અમદાવાદમાં લીલા લહેર છે!
Wah wah!!
Superb????????????