શરીર ની નાની મોટી તકલીફો નો આયુર્વેદિક ઉપચાર
શરીર ની નાની મોટી તકલીફો નો આયુર્વેદિક ઉપચાર
૧. વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.
૨. અપચો થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું.
૩. ત્રણ અંજીરને પલાડી, પોચે પડ્યે ચાવીને ખાવાથી પાઈલ્સ પર ખૂબ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ રાહત રહેશે.
૪. ગોળના નાના ટુકડા સાથે 8 થી 10 દાણા ચારોળીના ચાવી જતાં થાક ઉતરી જશે.
૫. જમતા પહેલાં ખાટાં ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠાં ફળ લાભકારી છે.
૬. દાંતનાં દુઃખાવો થતો હોય ત્યારે તજના તેલનું પુમડું મૂકવાથી રાહત રહેશે.
૭. સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે.
૮. નવરાત્રિ દરમિયાન કરાતા ઉપવાસ વખતે નાળિયેરનું પાણી શરીરને શક્તિ આપે છે.