હરસ મસા ને દૂર કરવા ના ૫ સરળ ઉપાય

હરસ મસા ને દૂર કરવા ના ૫ સરળ ઉપાય
હરસ-મસા એવી બીમારી છે, જેમાં મહિલાઓ હોય કે પુરુષ સંકોચ અનુભવે છે. અત્યારના ખાણી પીણીના કારણે હરસ-મસાની સમસ્યા થાય છે. પાઇલ્સ એટલે કે હરસ-મસા બે પ્રકારના હોય છે, એક લોહીયાળ અને બીજા મસ્સાવાળા છે. લોહીયાળ પાઇલ્સમાં મળત્યાગ કરતી વખતે પીડા સાથે લોહી નીકળે છે. તથા મસ્સાવાળા પાઇલ્સમાં પીડા અને ખંજવાળની સમસ્યા હોય છે. તો આવો હરસ-મસાને ઘરેલુ ઉપાયો દ્વારા દૂર કરવાના ઉપાયો વિશે જાણીએ.
જીરાનો ઉપયોગ
જીરાનો પ્રયોગ કરો તે માટે ૨ લીટર છાશમાં ૫૦ ગ્રામ જીરા પાઉડર અને થોડું મીઠું મિક્સ કરો. જ્યારે પણ તરસ લાગે ત્યારે તે જ પીઓ. ચાર દિવસ સતત પીવાથી મસાની પીડામાં રાહત થશે. આ ઉપરાંત એક ગ્લાસમાં પાણીમાં અડધી ચમચી જીરા પાઉડર મિક્સ કરીને પીઓ.
જાંબુ અને કેરીની ગોટલી
જાંબુ અને કેરીની ગોટલી અત્યારના સમયમાં શ્રેષ્ઠ અસરદાયક ઉપાય છે, અને કેરીની ગોટલીની અંદરના ભાગને સૂકાવીને ચૂરણની જેમ વાટી લો. રોજ હુફાળાં પાણીમાં એક ચમચી આ ચૂરણને મિક્સ કરીને પીઓ.

ઇસબગુલ
ઇસબગુલની પ્રકૃતિ ઠંડી માનવામાં આવે છે. ઇસબગુલના સેવનથી અનિયમિત અને સખત મળથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. ઇસબગુલ ખાવાથી પેટ ખૂબ જ સરળતાથી સાફ થઇ જાય છે, અને મળત્યાગ કરવાના સમયે દુખાવામાં રાહત થશે, અને ઇસબગુલના નિયમિત સેવનથી દુખાવો દૂર થઇ જશે.
ઇલાયચી
ઇલાયચી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઇલાયચીનો ઉપયોગ કરવા માટે ૫૦ ગ્રામ ઇલાયચીને તવી પર કે કઢાઇમાં શેકી લો. ત્યાર બાદ તેને ઠંડી કરીને તેનો પાઉડર બનાવી લો. આ ઇલાયચીના પાઉડરને રોજ ખાલી પેટે પાણી સાથે સેવન કરો.
સૂકી દ્રાક્ષ
પાઇલ્સમાં રાહત મેળવવા માટે સૂકી દ્રાક્ષ લાભદાયી છે. તેને ઉપયોગમાં લેવામાં રોજ રાત્રે ૧૦૦ ગ્રામ સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળી રાખો અને સવારે તેને પાણીમાં મસળી લો અને રોજ તેનું સેવન કરો.