રોજબરોજ ની નાની મોટી પરેશાની થી છુટકારો : હેલ્થ ટિપ્સ
રોજબરોજ ની નાની મોટી પરેશાની થી છુટકારો : હેલ્થ ટિપ્સ
જો તમે તમારી હેલ્થને લઈને થતી નાની નાની પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો અપનાવો આ હેલ્થ ટિપ્સ.. તમને ફાયદો જરૂર થશે.
👉 ખાંસીથી પરેશાન છો તો આમળા સેકીને ખાવ ખૂબ રાહત થશે.
👉 હિચકી આવે તો તુલસી અને ખાંડ ખાઈને પાણી પી લેવાથી ફાયદો થાય છે.
👉 ભૂખ ઓછી લાગે તો ખાવા સાથે તમે રોજ બે કેળા ખાવ.. આવુ કરવાથી ભૂખ વધશે.
👉 નારિયળનુ સેવન મોઢાના ચાંદાને જલ્દી ઠીક કરવામાં મદદરૂપ છે.
👉 માથાનો દુખાવો હોય તો કુણા પાણીમાં આદુ લીંબૂનો રસ અને થોડુ મીઠુ નાખીને પીવાથી ખૂબ રાહત મળશે.
👉 ગુલાબ જળમાં લીંબૂ નીચોવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.
👉 મધમાં વરિયાળીનૂ ચૂરણ મિક્સ કરીને લેવાથી ભૂખ વધારવામાં મદદ મળે છે.