ગંઠોડા જેવી સસ્તી અને સુલભ વસ્તુ ના આશ્ચર્યકારક ફાયદા
ગંઠોડા જેવી સસ્તી અને સુલભ વસ્તુ ના આશ્ચર્યકારક ફાયદા
ગુજજુમિત્રો, ગંઠોડા દરેક ઘરમાં હોય છે અને ખાસ કરીને શિયાળામાં લોકો જુદી જુદી વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરે છે. ગંઠોડા એક એવી વનસ્પતિ છે કે જેમાં અનેક ઔધષિય ગુણો રહેલા છે. આવો વાંચીએ, ગંઠોડા જેવી સસ્તી અને સુલભ વસ્તુ ના આશ્ચર્યકારક ફાયદા.
🔸ગંઠોડા ની તાસીર ગરમ હોય છે જ્યારે તે સ્વાદમાં તીખાશવાળો સ્વાદ ઘરાવે છે. ગંઠોડા ના ફળને સૂકવીને પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો ગંઠોડા ના કાચા લીલા ફળનો ઔષધિ તરીકે ઉપયોગ કરતા હોય છે. જેને પીપળમૂળી તરીકે લોકો ઓળખે છે. ગળું બેસી જાય, એસિડિટી, ગળાના ઇન્ફેકશન, વાત્ત-પિત્ત, કફ અને શ્વાસના દરેક રોગનો એક ઈલાજ છે આ ગંઠોડા.
🔸જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય છે ત્યારે ખૂબ શરદી અને ખાસી થઈ જતી હોય છે. એવા માં જો ગંઠોડા ના પાવડરને દૂધમાં મિક્સ કરીને દૂધ ગરમ કરી પીવામાં આવે તો શરદીમાં મોટી રાહત મળે છે.
🔸જે લોકોને એસીડીટીની સમસ્યા રહેતી હોય તે લોકો ગંઠોડા અને સાકરનું ચૂર્ણ બનાવવાની તેનું સેવન કરે તો એસિડિટી માંથી રાહત મેળવી શકે છે.
🔸શરીરના કોઈપણ ભાગના વાયુ કે કફના સોજા પર જો ગંઠોડા ને પાણી સાથે વાટી, ગરમ કરીને લેપ કરવામાં આવે તો સોજા ઉતરી જાય છે તથા તેનાથી થતો દુખાવો પણ મટે છે.
🔸જે લોકોને દાંત માં તકલીફ હોય અને જો દાંત માં કે પેઢા માં અસહ્ય દુખાવો થતો હોય તો ગંઠોડા નો પાવડર લઇ દાંત પર ઘસવામાં આવેતો પીડાથી રાહત મેળવી શકાય છે, આ સાથે પેઢા પણ મજબૂત બને છે.
🔸ગંઠોડા ના પાવડર સાથે જો ગોળ મિક્સ કરીને ખાવામાં આવે તો ગમે તેવો જામી ગયેલો કફ છૂટો પડે છે. આ સાથે જો ખાસી થઇ હોય તો તે પણ મટે છે. કોઈ પણ પ્રકારની ખાસી તથા કફને છૂટો પાડવામાં ગંઠોડા મહત્વનું કાર્ય કરે છે.
🔸આ સાથે જ ગંઠોડા નું અડધી ચમચી જેટલું ચૂર્ણમધમાં મિક્સ કરી તેનું સેવન કરવાથી પેટના વાયુ, અજીર્ણ, આફરો, અરુચિ વગેરે બીમારીઓમાં રાહત થાય છે.
🔸જ્યારે ગળું બેસી ગયું હોય અથવા તો અવાજ ખૂલતો ન હોય ત્યારે ગંઠોડાવાળું ગરમ પાણી પીવાથી ગળાનો દૂખાવો તો દૂર થાય જ છે સાથેસાથે ગળું બેસી ગયું હોય તો રાહત થાય છે.
🔸આમ ગળા માટે ગંઠોડા નો પાવડર રામબાણ ઈલાજ સાબિત થાય છે. 2 ગ્રામ ગંઠોડા તથા 4-5 ગ્રામ સાકર મિક્સ કરી સવાર-સાંજ ખાવાથી શ્વાસનું દર્દ શમે છે.
ગુજજુમિત્રો, જો તમને આ સસ્તો અને રામબાણ ઉપચાર ઉપયોગી લાગે તો આ શેરની લીંક તમારા મિત્રોને ચોક્કસ મોકલજો.
Also read : નોની, તારો મહિમા અપરંપાર – જાણો નોની ના અકસીર ફાયદા