મોહ માયા એટલે શું? કેન્ડી ખાઓ સબ જાન જાઓ

ગુજરાતી જોક

મોહ માયા એટલે શું? કેન્ડી ખાઓ સબ જાન જાઓ

શું તમને ખબર છે કે મોહ, માયા, લોભ, ઈર્ષ્યા એ બધા નકારાત્મક ભાવ એટલે શું? તો કેન્ડી ખાઓ અને આ જોક વાંચો!!!

કેન્ડી ખાતા વખતે એક હથેળી કેન્ડીની નીચે રાખો છો ને,

એને કહેવાય “મોહ”

😅😂🤣😀😀😁


એ કેન્ડી પુરી થઈ જાય તો પણ એની સળી ચાટતા રહો છો ને,

એને કહેવાય “લોભ”

🙄😣🤔🤗😂😅


અને સળી ફેંક્યા બાદ સમેવાળાની કેન્ડી જોઈને વિચાર આવે કે આની કેમ હજી પુરી ના થઈ,

એને કહેવાય “ઈર્ષ્યા”

😂😂🤣🤣😅😃😀😁


કેન્ડી ખાતા ખાતા કેન્ડી પીગળીને નીચે પડી જાય અને ખાલી સળી હાથમાં રેય ત્યારે મનમાં જે ભાવ આવે,

એને કહેવાય “ક્રોધ”

😡😠😳😬😰🤠😇


ઊંઘ પુરી થયા પછી પણ પથારીમાં 3 કલાક આળોટતા રહેવું,

એને કહેવાય “આળસ”

🙄🙄😉🤔🤣🤣😅


રેસ્ટોરન્ટમાં જમી લીધા પછી પણ મોઢું ભરીને મુખવાસ લઈએ છીએ,

એને કહેવાય “તુચ્છતા”

🤔🙄😣😁😅🤣


જે તાળું મારી ચાવી કાઢી લીધા પછી પણ તાળાને ખેંચતા રેવું,

એને કહેવાય “ભય”

🤣😅😅😰😬😳


પાણીપુરીવાળા ને ત્યાં 5 પુરી ખાઈને બીજી 5 કોરી પુરી ખાઈ લ્યો છો ને,

એને કહેવાય “શોષણ”

😢😖😞😂🤣😃😀


ફ્રુટી આખરી બુંદ સુધી પુરી થઈ ગયા પછી પણ એની સ્ટ્રોમાંથી હવા ખેંચે રાખો છો ને,

એને કહેવાય “ભ્રમ”

😂🤣😀😁😅


દ્રાક્ષ લેવા જાવ ત્યારે ભાવ પૂછવામાં જ 5-7 દ્રાક્ષ ખાઈ જાવ છો ને ઉપરથી મોંઘી છે કહીને નીકળી જાવ છો ને,

એન કહેવાય “અક્ષમ્ય અપરાધ”

😀😁😂🤣😃


પંગતમાં બેસીને જમતી વખતે,
રબડી કે રસ વાળાને આવતા જોઈ ફટાફટ તમારો વાટકો ખાલી કરો છો ને,

એને કહેવાય “છલ”

😀😁😂🤣😃


આ ઉપરની આખી વાત વાંચીને જે હસવું આવે છે ને,

એને કહેવાય “આત્મશાંતિ”

😀😁😂🤣😃

માથાનો દુખાવો દૂર કરવાના ૮ અકસીર ઉપાય

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *