માથાનો દુખાવો દૂર કરવાના ૮ અકસીર ઉપાય
માથાનો દુખાવો દૂર કરવાના ૮ અકસીર ઉપાય
માથાનો દુખાવો એક એવી તકલીફ છે જે સામાન્ય રીતે અનેક લોકોને થાય છે. મોટાભાગે આ દુખાવો સાધારણ આસહજતા ઉત્પન્ન કરે છે પરંતુ કેટલીકવાર તે અસહ્ય પણ થઈ શકે છે. હું આના વિષે વધારે નહીં લખું કારણકે મારા ખ્યાલથી એવું કોઈપણ નહીં હોય જેણે ક્યારેય આ દુખાવાનો અનુભવ ના કર્યો હોય. ખરું ને? તો ચાલો આપણે સીધા મુદ્દા પર આવીએ. જો તમને કે તમારા સ્નેહીજન ને માથાનો દુખાવો થાય તો નિમ્નલિખિત ઉપાયો મદદરૂપ સાબિત થશે.
૧. પાણી પીવો
માથાના દુખાવાનું સર્વસામાન્ય કારણ હોય છે, પાણીનો અભાવ. એટલે કે જ્યારે તમે જરૂરિયાત કરતાં ઓછું પાણી પીવો છો ત્યારે નિર્જલીકરણ થાય છે અને મારા મસ્તિષ્ક ની કોશિકાઓ માં તણાવ ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય છે. જેને કારણે તમે કોઈપણ કાર્ય પર એકાગ્ર નથી થઈ શકતા અને તમારો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે. આનો ઉપાય અત્યંત સરળ છે. તરત જ ૧-૨ ગ્લાસ પાણી પી જાઓ. અડધા કલાક થી લઈને ૨ કલાક સુધીમાં માં તમે જોશો કે દુખાવો ગાયબ થઈ જશે. ત્યારબાદ યાદ રાખીને નિયમિતપણે પાણી પીતા રહો.
૨. ઊંઘ પૂરી કરો
જ્યારે રાત્રે ઉજાગરા થયા હોય અથવા કોઈ કારણોસર ઊંઘ માં વારંવાર ખલેલ પહોંચી હોય, ત્યારે પણ માથું દુખાવા લાગે છે. વળી, એ વાત ધ્યાનમાં રાખજો કે સવારે તમે ગમે તેટલા મોડા સુધી સૂઈ રહો પણ જો રાતની ઊંઘ બરાબર ના થઈ તો પણ માથાનો દુખાવા થઈ શકે છે. તમે સાંભળ્યું જ હશે કે ઝેર જે ઝેરને કાપે છે. એટલે બસ સમય કાઢીને શાંત રૂમમાં જાઓ અને ઓછામાં ઓછી ૨-૩ કલાક ની સરસ ઊંઘ કરી લો. બસ, મોબાઈલને રૂમની બહાર જ રાખજો!
4. ઠંડો શેક કરો
જે લોકોને માઈગ્રેન ની તકલીફ હોય તે લોકો ને આ અસહ્ય દુખાવાથી થોડી રાહત મેળવવા માટે એક સરળ ઉપાય છે. એક ટુવાલ માં બરફના ટુકડા ને મૂકીને તેને વીંટાળી લો. પછી ધીરે-ધીરે આ ટુવાલને ગરદનની પાછળ, માથા પર અને લમણાં પર બે-બે મિનિટ માટે મૂકો. ઠંડા શેકથી માથાની નસોમાં જે સોજો હોય છે તેમાં રાહત મળે છે. જો તમારા ઑઈ સ્નેહીજન ને માઈગ્રેન નો દુખાવો થાય તો થોડીવાર પ્રેમથી તેની પાસે બેસજો, કારણકે આ દુખાવો સાચે જ બહુ તીવ્ર હોય છે અને પ્રેમની હૂંફ નો શેક પણ અસરકારક હોય છે!
5. તમારા ખોરાક નું પરીક્ષણ કરો
વૈજ્ઞાનિક સંશોધનો પ્રમાણે અમુક પ્રકારનો ખોરાક વ્યક્તિમાં માથાના દુખાવાનું કારણ હોય છે. ધ્યાન આપો કે કઈ વસ્તુ તમારી અંદર પિત્તને વધારી ડે છે. અમુક લોકોને ખાટી વસ્તુ નડે છે તો અમુક લોકોને કાકડી નડે છે. તો જ્યારેપણ દુખાવો થાય એક ડાયરીમાં લખી રાખો કે તમે છેલ્લાં ૨૪ કલાકમાં શું શું ખાધું હતું. ત્યારબાદ જે પણ વસ્તુ નડતી હોય તેને ખાવાનું ટાળો.
6. ચા કે કોફી પીવો
ચા અને કોફીમાં કેફેઈન હોય છે જે રૂધિરવાહિનીને તણાવમુક્ત કરે છે જેને કારણે રકતપ્રવાહ તેજ થાય છે અને સામાન્યત: વ્યક્તિની મનોદશા વધારે સારી થાય છે. તે તમારી અંદર તાજગી ભરી દે છે અને આપોઆપ માથાનો દુખાવો ઓછો થઈ જાય છે. આવા સમયે કેફેઈન હોવા છતાં આ દ્રવ્ય એક વ્યસન નહી પણ દવા બની જાય છે.
7. યોગાસન કરો
આ એક એવો ઉપાય છે જેને તમે હંમેશાં કરતાં રહેવાથી થોડા સમયગાળામાં માથાનો દુખાવો જડમૂળ થી નાબૂદ થઈ જશે. જુદાજુદા પ્રાણાયામ અને યોગાસન શરીરમાં તણાવને દૂર કરે છે, રક્તપ્રવાહ ને વધારે સારો કરે છે અને આખા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેમજ મનને પણ શાંત કરે છે. હું સલાહ આપીશ કે યૉગૅસનનો અભ્યાસ તમે નિયમિતપણે કરતાં રહો.
8. આદુનું પાણી પીવો
આદુંમાં બહુ ઉપયોગી પોષકતત્વો સમાહિત છે જે નો મૂળ ગુણધર્મ છે, સોજાને ઉતારવો અને દુખાવાને ઘટાડવો. આ એક રામબાણ ઈલાજ છે. માઈગ્રેન ને કારણે જામેલા કફને પણ આદું ઓગાળતો જાય છે. વિધિ બહુ જ સરળ છે. બે ગ્લાસ પાણીમાં એક ઇંચ આદુંને છીણીને નાંખો અને દસ મિનિટ સુધી ગેસ પર ઉ કાળો. ગેસ બંધ કરીને તેના પર એક છીબું ઢાંકી દો . તાપમાન હળવું ઓછું થાય એટલે કે પીવા લાયક થાય એટલે ગાળીને પી જવું. ધ્યાન રાખો કે પાણી બહુ ઠંડુ ના થઈ જાય.
હું આશા રાખું છું કે આ સરળ ઉપાયો અજમાવીને તમે માથાના દુખાવાથી છુટકારો મેળવી શકશો. આ બધી જ વસ્તુઓ અત્યંત સહેલાઈથી તમારા ઘરમાં ઉપલબ્ધ હોય છે. જો તમને દવાની ગોળી લેવાની જરૂર ના પડે તો હું માનીશ કે આ લેખ લખવાનો મારો ઉદ્દેશ્ય પૂરો થયો. સમય કાઢીને આ લેખ વાંચવા બદલ તમારો આભાર.