સરળ વાત ગૂઢ અર્થ : સમજતા વાર લાગશે…

ગૂઢ અર્થ

સરળ વાત ગૂઢ અર્થ : સમજતા વાર લાગશે…પણ વાંચવામાં મજા આવશે

1.
બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા
પૂછતાં માલુમ પડ્યું કે ‘અહિંસા’ વિશે ડિબેટ ચાલી રહી હતી

~ હિતેશ તરસરિયા

2.
ગરમીએ શેઠજીને દવા લેવડાવી,
નોકર તો રોજ લીમડો વાટીને પીતો.
~ પરીક્ષિત જોશી

૩.
કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.
”કાળીના એક્કા જેવા.”
~ સંજય ગુંદલાવકર

4.
મારી પાસે ઘર હતું,
આજે પૈસા છે…
~ નિમેષ પંચાલ

  1. બપોરનો તડકો
    જીવનમાં લાગેલી લાય કરતાય,
    આજ મીઠો લાગ્યો!
    – તૃપ્તિ ત્રિવેદી

6.
એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,
એ ૧૧ કુંવારીકાને જમાડશે.

~ દક્ષા દવે

7.
વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.
આંખો જ બોલી છે વાંક કોનો!

~ દેવદત ઠાકર.

8.
પત્ની પિયર ગઈ…
ટીફીનમાં મનપસંદ મળ્યું.
~ દિવ્યેશ સોડવડીયા

9
લક્ઝુરિયસ બંગલાના બેડરૂમમાંથી રાત્રે ઊંઘ ન આવવાના કારણે બહાર લટાર મારવા નીકળેલા એક શેઠે ફૂટપાથ પર ઘસઘસાટ ઊંઘતા માણસોને જોઇને કહ્યું કેવી જિંદગી જીવે છે આ લોકો?

~ નિલેશ શ્રીમાળી પાટણ

10
આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો,
અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે…
~ હિતેશ તરસરિયા

11.
“ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી, વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે, હવે આ કાગળ કંઈ કામના નથી, સળગાવી નાખ”
ક્લાર્ક દ્વિધામાં હતો, દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું ‘SAVE TREES’
– હિતેશ તરસરિયા

12.
વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.
પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું:
“મા ના ખોળે !!!”
~ નિલેશ તિવેદી

ગૂઢ અર્થ ના સરળ વાક્ય

અલગ અલગ ઉંમરમાં મમ્મી તરફ જોવાનો બાળકનો દ્રષ્ટિકોણ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *