અલગ અલગ ઉંમરમાં મમ્મી તરફ જોવાનો બાળકનો દ્રષ્ટિકોણ

અલગ અલગ ઉંમરમાં મમ્મી તરફ જોવાનો બાળકનો દ્રષ્ટિકોણ

અલગ અલગ ઉંમરમાં મમ્મી તરફ જોવાનો બાળકનો દ્રષ્ટિકોણ

ઉંમર ૨ વર્ષ

મારી મમ્મીને કોઈએ જોઈ કે?
મને મારી મમ્મી જોઈએ છે મારી મમ્મી ક્યાં ગઈ હશે?

ઉંમર ૫ વર્ષ

અરે મમ્મી ક્યાં છે તું?
હું જાઉં છું સ્કૂલમાં
મને સ્કૂલમાં તારી બહુ યાદ આવે છે

ઉંમર ૮ વર્ષ

મમા લવ યુ
આજે ટિફિનમાં શું આપ્યું છે?
મમ્મી આજે સ્કૂલમાં ખૂબ હોમવર્ક આપ્યું છે

ઉંમર ૧૨ વર્ષ

પપ્પા મમ્મી ક્યાં ગઈ?
સ્કૂલથી ઘરે આવીએ અને મમ્મી ન દેખાય ને તો મજા નથી આવતી

ઉંમર ૧૪ વર્ષ

મમ્મી બાજુમાં બેસ ને તારી જોડે ઘણી બધી વાતો કરવી છે

ઉંમર ૧૮ વર્ષ

મમ્મી તું તો સમજને પપ્પાને કહે ને મને પાર્ટીમાં જવાની પરમિશન રાજા આપે

ઉંમર ૨૨ વર્ષ

શું મમ્મી, આ દુનિયા બદલાઈ રહી છે તું સમજતી નથી આજ તને કાંઈ સમજાતું નથી

ઉંમર ૨૫ વર્ષ

મમ્મી – મમ્મી જ્યારે જોઈએ ત્યારે શું મને શીખવાડે છે. હું કઈ હવે નાનો કિકલો છું

ઉંમર ૨૮ વર્ષ

અરે મમ્મી એ મારી પત્ની છે
તું સમજી લે ને એને એડજસ્ટ કરી લે ને
એને સમજાવવા કરતા તું તારી માનસિકતા બદલ ને

ઉંમર ૩૦ વર્ષ

અરે મમ્મી એ પણ એક મા છે
અને એને પોતાના છોકરાને સંભાળતા આવડે છે, તું દરેક બાબતમાં કટકટ ના કર

અને તેના પછી માને ક્યારે પણ કાંઈ પૂછ્યું નહીં અને તે ક્યારેય બુઢી થઈ ગઈ તે સમજાણું જ નહીં

માં તો આજે પણ એ જ છે પરંતુ તેને જોવાનો બાળકનો દ્રષ્ટિકોણ ઉંમર પ્રમાણે બદલાતો જાય છે

ઉંમર ૬૦ વર્ષ

અને એક દિવસ અચાનક
માં ચૂપ કેમ છે
મા કંઈક બોલને
પરંતુ માં કંઈ જ બોલતી નથી કારણ કે માં કાયમની શાંત થઈ ગઈ હોય છે

બિચારી માવડી માં

બે વર્ષથી ૫૦ વર્ષ સુધી પોતાના દીકરામાં આવતા બદલાવ “માં” સમજી શકતી નથી કારણ કે તેના માટે તો એ એનો નાનો દીકરો જ હોય છે
એ તો બિચારી છેલ્લે સુધી પોતાના દીકરાના નાની નાની બીમારીઓમાં એવી જ રીતે તડપે છે જ્યારે દીકરો નાનો હતો ત્યારે તડપતી હતી

અને દીકરો……?
મા ના ગયા પછી ક્યારેક દીકરાને સમજાય છે કે તેણે કેટલો મોટો ખજાનો ગુમાવી દીધો છે. પરંતુ હવે રડીને કાંઈ પણ ઉપયોગ થતો નથી. અને રડ્યા સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી હોતો ઉમર પ્રમાણે બડબડ કરનારા મા બાપને સમજી લેતા જો આવડે તો પ્રયત્ન કરજો. આટલું જો આવડી ગયું તો તમે તમારી જાતને સુશિક્ષિત સમજજો. બાકી તમારી ભણતર ની ડિગ્રીઓના ઢગલાનો કોઈ મતલબ નથી.

તમારા વડીલોને મા બાપને જીવની જેમ જપો. તેમની સેવા કરો. સેવા કરવાનું ન ફાવે તો ફક્ત તેમને આદર સત્કાર આપો માન આપો એટલું પણ ચાલશે, તેઓ તમને અંતરથી ખૂબ ખૂબ આશીર્વાદ આપશે.

અલગ અલગ ઉંમરમાં મમ્મી તરફ જોવાનો બાળકનો દ્રષ્ટિકોણ ગમ્યો હોય તો પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *