જીંદગી કશું નહિ પણ ઈશ્વરે બક્ષેલી યાત્રા છે

કફનને ખાનગી ગજવું નથી

જીંદગી કશું નહિ પણ ઈશ્વરે બક્ષેલી યાત્રા છે

જીંદગી કશું નહિ પણ ઈશ્વરે બક્ષેલી યાત્રા છે

ક્યારેક સુખ તો ક્યારેક દુખ ભરેલી જાત્રા છે

મણાય એટલી માણી લેજો મિત્રો

કેમ કે જીંદગી તો જન્મ – મરણ વચ્ચેની નાની વાર્તા છે

”કેવી અજીબ વાત છે

ઈશ્વર તમારા ઘરે આવે એ સૌને ગમે છે’’

પણ ઈશ્વર એમના ઘરે બોલાવે તો કોઈ ને ગમતુ નથી

આંખોમાં વસનારા જ રડાવી જાય છે…

દસ્તુર તો જુઓ આ દુનિયાનો,

પોતાના મો ચડાવી બેઠા અને

પારકા હસાવી જાય છે…

કયાં સમય છે આપણી પાસે
જીવતા માણસ સાથે બેસવાનો,

આપણે તો માણસ મર્યા પછી જ “બેસવા” જઈએ છીએ.

✌🏻બે- શબ્દો…

માઈનસ અને પ્લસ🧨

આપણા પોતાના માઈનસ પોઈન્ટની ખબર હોય એ આપણો પ્લસ પોઇન્ટ છે.

અવાજ અને મૌન🧨

પુરુષનો ઊંચો અવાજ સ્ત્રીને ચૂપ કરાવી દે છે, પણ સ્ત્રીનું મૌન પુરૂષના પાયા જ હલાવી નાખે છે.

ડોક્ટર અને માણસ🧨

કેવો ગજબનો શબ્દ છે “સોરી” જ્યારે માણસ બોલે તો ઝઘડો પૂરો અને જો ડોકટર બોલે તો માણસ પૂરો

યાદ અને ભૂલી🧨

મદદ એક એવી ધટના છે, કરો તો લોકો ભૂલી જાય છે , ના કરો તો લોકો યાદ રાખે છે.

આપણા અને તાપણા🧨

આપણા અને તાપણા ની એક ખાસિયત છે,બહુ નજીક ના રહેવું અને બહુ દૂર પણ ના રહેવું.

શરૂઆત અને અંત🧨

જીવનની શરૂઆત પોતાના રડવાથી થાય છે, અને જીવનનો અંત બીજાના રડવાથી થાય છે.

ક્રોધ અને લોભ🧨

ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે, અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે.

મગજ અને હ્રદય🧨

મગજ ભલે હ્રદયથી બે વેંત ઉંચે હોય, પણ હ્રદય થી બનતા સંબંધો,બધાથી ઊંચા હોય છે..

પગે લાગવું ખૂબ જ ઉપયોગી અને જરૂરી : જાણો કારણ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *