દરેક સવાલના જવાબ આપવાની જરૂર નથી
દરેક સવાલના જવાબ આપવાની જરૂર નથી
દરેક સવાલના જવાબ આપવાની જરૂર નથી,
હમેશાં બીજાના માપદંડ માપવાની જરૂર નથી.
ભૂલથી ભૂલ થઈ હોય એવું પણ બનીશકે,
બધાજ સમાચાર છાપવાની જરૂર નથી.
ક્યારેક કોઈક વળાંકે છોડિદેવું હિતાવહ હોય છે,
ફરીફરીને એનાએ સપના વાવવાની જરૂર નથી.
ચિંતા હોય અંગતની, એટલે કહેવાય જાય,
છતાં, ડગલેને પગલે ચેતવવાની જરૂર નથી.
ને, કરેલું કામ ભૂલી જવુજ યોગ્ય ગણાય,
ચોરે જઈ ગામ ગજવાવાની જરૂર નથી.
- જયકિશન દાણી