“શબ્દકોશ” માં કેટલુંક આડુંઅવળું થઈ ગયું છે !
“શબ્દકોશ” માં કેટલુંક આડુંઅવળું થઈ ગયું છે !
“શબ્દકોશ” માં કેટલુંક
આડુંઅવળું થઈ ગયું છે !
“જનમટીપનું” નામ,
“મોબાઈલ” થઈ ગયું છે !
“કેદી નંબર” નું નામ,
“મોબાઈલ નંબર” થઈ ગયું છે !
“જેઈલરનું” નામ,
“એડમીન” થઈ ગયું છે !
“દીવાસ્વપ્નનું” નામ,
“સોશ્યલ મીડિયા” થઈ ગયું છે !
“તાળીઓના” ગડગડાટનું નામ,
“લાઈક” થઈ ગયું છે !
“ગામના ચોરાનું” નામ,
“ફેસબુક” થઈ ગયું છે !
“અણદીઠેલ ઘરનું” નામ,
“મેસેન્જર” થઈ ગયું છે !
“દીઠેલ ઘરનું” નામ,
“વોટ્સએપ” થઈ ગયું છે !
“હાજરી પત્રક” તમામનું,
“ઓનલાઈન” થઈ ગયું છે !
“પ્રસંગ” સાચવવાનું પણ,
“ઓનલાઈન” થઈ ગયું છે !
“બિરદાવવાનું” કે “વખોડવાનું”,
“ઓનલાઈન” થઈ ગયું છે !
હવે “જીવવાનું” સહજ નથી રહ્યું,
હવે “ઓનલાઇન” રહેવું,
એજ “જીવન” થઈ ગયું છે !
Also read: વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ?