દીધો જનમ ગઝલને એણે, કેવી મોટી વાત છે!
દીધો જનમ ગઝલને એણે, કેવી મોટી વાત છે!
દીધો જનમ ગઝલને એણે, કેવી મોટી વાત છે!
પીડાને માટે એટલે હૃદયને પક્ષપાત છે
પ્રણયની શાળા એ ચકાસીને પ્રવેશ આપશે
-ખમી શકો છો દર્દને? બસ એ જ લાયકાત છે.
લઈને રૂપ સ્વપ્નનું ઉભી છું તારી પાંપણે
કહ્યું તેં ભર બપોરે જ્યાં કે, ‘ચાલ મળીએ રાત છે!’
કરીને ખોટા વાયદા, તેં છોડી દીધી આંગળી,
ન જાણ્યું એટલું? મને તો ખાલીપાની ઘાત છે.
જીવનનો બાગ મઘમઘે છે જેની ખૂશ્બૂને લીધે,
જતનથી જે ઉછેરું છું, સ્મરણ એ પારિજાત છે.
મિલનની યાદને જ સોંપી દીધો કબ્જો એનો મેં,
જતાવે હક હૃદય ઉપર દુઃખોની શું વિસાત છે!?
તને વિચારીને લખ્યો એ ચર્ચાનો વિષય બન્યો,
નહીં તો આખીયે ગઝલમાં, શેર ટાંક્યા સાત છે.
~ અંજના ભાવસાર ‘અંજુ’
Also read : સુખ દુઃખ માં અડગ રહે છે પતિ પત્ની નો પ્રેમ થી ઓતપ્રોત સંબંધ