ખૂબ કામ છે લોકોને…
લોકડાઉન બંધ કરો,
કોઈની તપાસ કરશો નહીં…
ફરવા દો બધાને રસ્તા પર…
ખૂબ કામ છે લોકોને… !
પણ પછી..
ઉપચાર કરશો નહીં મફતમાં,
કરી દો લાખ રૂપિયા દવાના,
બેંકના હપ્તા ઓછા ના કરો,
ખૂબ કામ છે લોકોને…
પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સાહેબ,
કેમ તમને હોંશ છે TV ઉપર આવી વિંનતી કરવાની?
એમને ક્યાં કિંમત છે તમારા શબ્દોની.. !!
ખૂબ કામ છે લોકોને…
પેલા ટાટા પ્રેમજીને કહો,
મદદ બંધ કરો,
તમારી પેઢી માટે બચાવી રાખો,
ખૂબ કામ છે લોકોને…
પોલીસભાઈ તમે પણ ઘરે રહી આરામ કરો,
ગિરદી થાય તો થવા દો,
આરામ આપો લાઠીને,
ખૂબ કામ છે લોકોને…
ઓફિસ ચાલુ થશે કે,
આજ લોકોને રજા પડવાનાં,
સગા સંબંધી મરશે તો મરવા દો,
તમારે શું કરવું છે,
ખબર નથી તમને,
ખૂબ કામ છે લોકોને…
અમારે મોર્નિંગ વૉક પર જવું છે,
અમારા શોખ બહુ મોટા છે,
અમે ઘરે નહી જ બેસીયે,
અમને ભાજી, ફરસાણ ને મિષ્ટાન સિવાય જમશું નહીં..
સાદા દાળભાત ભાવતા નથી…
પાન- ફાકી છે, તો અમે છીએ ..
સરકારે ના પાડી છે,
તો ય બધા બહાર નીકળે છે…
હશે…
જેવી જેની મરજી !!!
આ પ્રજા એવી છે ને,
સ્વર્ગ માં હોય તો ય
વંડી ઠેકીને નરક માં જોવા જાય કે
ત્યાંની વ્યવસ્થા કેવી છે…
સાચે જ, ખૂબ કામ છે લોકોને….