અજમાવી જુઓ આ જુગાડું ઘરેલુ ઉપાયો
અજમાવી જુઓ આ જુગાડું ઘરેલુ ઉપાયો
- ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.
- નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.
- દાડમની છાલની પેસ્ટ ખીલ,ડાઘા-ધાબા પર નિયમિત લગાડવાથી ફાયદો થાય છે.
- દૂધગરમ થતું હોય ત્યારે તેમાં ફોદા થવા લાગે તો ચપટી ખાવાનો સોડા નાખવાથી ફોદા થતાં બંધ થઇ જશે.
- એશ ટ્રેમાં ચપટી બેકિંગ સોડા નાખવાથી ધૂમાડો નહીં થાય.
- રોટલીનો લોટ દૂધ અને હુંફાળા પાણીથી બાંધવાથી રોટલી નરમ મુલાયમ થાય .
- દહીંને વાળમાં ૧૦-૧૫ મિનીટ સુધી લગાડી રાખી સ્વચ્છ પાણીથી ધોવાથી વાળ કાળા ચમકીલા થાય છે.
- ઊલટીથી રાહત પામવા આદુ અને કાંદાનો રસ બે ચમચી પીવો.
- લીંબુ, ફુદીનાનો રસ તેમજ મી એકગ્લાસ પાણીમાં ભેળવી સવાર-સાંજ કોગળા કરવાથી મુખ દુર્ગંધ દૂર થાય છે.
- ગર્ભવતી સ્ત્રીના પેટ અને જાંઘ પર ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ લગાડવાથી રાહત થાય છે.
- રેફ્રિજરેટરમાં બે-ચાર સ્થાન લીંબુના ટુકડા રાખવાથી ખાદ્ય પદાર્થની વાસ નથી આવતી.
- બટાકાની પેટિસ બનાવતી વખતે બટાકાના છૂંદામાં બ્રેડક્રમ્સ અથવા બ્રેડનો ચૂરો અથવા રાલોટ અથવા કોર્નફ્લોર નાખવાથી પેટિસ કિસ્પી થાય છે.
- દૂધ મેળવતી વખતે તેમાં કોપરાના ટુકડા નાખવાથી દહીં ખાટું નથી થતું.
- ઇંડા બાફતી વખતે તેમાં એકાદ-બે ટીપાં વિનેગારના નાખવાથી ઇંડા ફાટી નથી જતાં.
- બથુઆ (એક ભાજી)ને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે.
- માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા ૮-૧૦બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો.બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી. અજમાવી જુઓ.
- મીનાની તિવારી