વેજ ચાઉમીન ખાવાના 5 નુકશાન અને એક ફાયદો

વેજ ચાઉમીન

વેજ ચાઉમીન ખાવાના 5 નુકશાન અને એક ફાયદો

મોટાભાગન અલોકોને ચાઉમીન ખૂબ પસંદ હોય છે. તેઓ જ્યારે પણ બહારનુ ખાવા જાય છે તો તેમની ઓર્ડર લિસ્ટમાં ચાઉમીન કે હક્કા નૂડલ્સ જરૂર હોય છે. પણ શુ તમે  જાણો છો કે ચાઉમીન ખાવાના ફાયદા ગણતરીના અને નુકશાન ખૂબ વધુ છે. આવો જાણી લઈએ કે વેજ ચાઉમીન ખાવાના શુ છે નુકશાન.

♠️ ચાઉમિનમાં સ્વાદ માટે જોખમી એસિડનો ઉપયોગ થાય છે. આવા ફાસ્ટ ફૂડ બનાવવામાં અજીનોમોટોનો અતિશય વપરાશ ઉપરાંત અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. ચાઉમિનમાં મોનો સોડિયમ ગ્લુકોનાઇટ અને અજિનોમોટો એક સોડિયમ મીઠું છે, જે સ્વાદ ગ્રંથીઓને નુકસાન પહોંચાડે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે સૌથી નુકસાનકારક છે.

♠️ ચાઉમિન સાથે ખાવામાં આવતી ચટણી ઘણીવાર એક્સપાયર થઈ ગઈ હોય છે અથવા ખૂબ જ હલ્કી ક્વોલિટીની હોય છે. આ પ્રકારની ચટણી ખાવાથી કબજિયાત થાય છે. આનાથી તમે લાંબા સમય સુધી ગંભીર બીમારીઓથી પીડાઈ શકો છો.

♠️ ચાઉમીન બારીક મેદાથી બને છે, તેથી તે આંતરડામાં ચોંટે છે અને કબજિયાતનું કારણ બને છે. આનાથી તમારુ પેટ સંપૂર્ણ રીતે સાફ થતુ નથી.  લોટના ટુકડા શરીરના એપેન્ડિક્સને અસર કરીને એ ઈંફેક્શનનુ કારણ બની શકે છે.

♠️ ચાઉમીનમાં ઘણી કાચી શાકભાજીનો ઉપયોગ થાય છે. ગલી નાકાની દુકાનોમાં બનાવવામાં આવતા ચાઉમીનમાં સ્વચ્છતાની કાળજી લેવામાં આવતી નથી. તેમાં વપરાતી શાકભાજી ઘણી વખત સાફ કરવામાં આવતી નથી અને તેમાં ઘણા પ્રકારના જંતુઓ હોઇ શકે છે. આવી સ્થિતિમાં, તે વધુ જોખમી બની શકે છે.

♠️ જો તમે અઠવાડિયામાં ચારથી પાંચ વખત ચાઉમીન ખાશો તો તેનુ સેવન તમારી પાચન ક્ષમતા નબળી કરી શકે છે. આ પેટને લગતી અન્ય બીમારીઓનું કારણ પણ બની શકે છે.

ચાઉમીન ખાવાનો એક ફાયદો :

ચાઉમીન ખાવાના નુકશાન વધુ અને ફાયદો ન બરાબર છે. તમે જો ચાઉમીનના શોખીન છો તો આ સમાચાર તમને નિરાશ કરી શકે છે. બીજી બાજુ જો તમે વિચારી રહ્યા છો કે ચાઉમીન ખાવાનો કોઈ ફાયદો નથી તો તમને જણાવી દઈએ કે ચાઉમીન મેદાથી બને છે અને તેને બનાવવામાં અનેક મસાલાનો ઉપયોગ થાય છે તેથી તેને ખાવાથી તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે. પણ તેનો મતલબ એ નથી કે ચાઉમીન હેલ્ધી ઓપ્શન છે. 

જાણો કે તમારા રસોડામાં સૂંઠ પાવડર કેમ હોવો જોઈએ?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *