ગુજરાતી મહિના ના નામ કેવી રીતે રાખવામાં આવ્યા?
ગુજરાતી મહિના ના નામ કેવી રીતે રાખવામાં આવ્યા?
વિક્રમ સંવતના એક મહિનામાં બે પક્ષ હોય છે સુદ અને વદ. વદ પક્ષમાં અમાસ અને સુદ પક્ષમાં પૂનમ આવે છે. પૂનમના દિવસે જે નક્ષત્ર હોય છે. તે નક્ષત્રના આધારે ગુજરાતી મહિના ના નામ રાખવામાં આવ્યાં છે. જેમ કે કારતક મહિનાની પૂનમે કૃતિકા નક્ષત્ર હોવાથી તેને કારતક મહિનો કહેવામાં આવે છે.
મહિનો – પૂનમના દિવસે નક્ષત્ર
કારતક – કૃતિકા
માગશર – મૃગશીરા
પોષ – પુષ્ય
મહા – મઘા
ફાગણ – ફાલ્ગુની
ચૈત્ર – ચિત્રા
વૈશાખ – વિશાખા
જેઠ – જ્યેષ્ઠા
અષાઢ – પૂર્વાષાઢા
શ્રાવણ – શ્રવણ
ભાદરવો – ભાદ્રપદ
આસો – અશ્વિની
છે ને રસપ્રદ વાત?
આ પણ વાંચો : જાણો દુર્વા ઘાસ એટલે શું અને તેના ફાયદા કયા કયા છે?