ભાખરવડી બનાવવાની રીત

ભાખરવડી બનાવવાની રીત

ભાખરવડી બનાવવાની રીત

ગુજજુમિત્રો, આજે હું તમને ભાખરવડી બનાવવાની સરળ રીત જણાવી રહી છું. મને આશા છે કે જે વાનગી બનાવવામાં નિષ્ણાત નથી, તેવા લોકો પણ આ વિધિ ની મદદથી ભાખરવડી બનાવી લેશે.

સામગ્રી:-

૧. એક કપ ચણાનો લોટ,
૨. એક કપ ઘઉંનો લોટ,
૩. ૨/૩ મોટી ચમચી તેલ,
૪. ખસખસ,
૫. આખા ધાણા,
૬. નાની ચમચી ભરીને સૂકા નારિયેળનું છીણ,
૭. ચાર સૂકા લાલ મરચા,
૮. હળદર,
૯. ગરમ મસાલો,
૧૦. આમચૂર પાવડર
૧૧. ખાંડ.
૧૨. એક નાની ચમચી વરિયાળી અને જીરું.
૧૩. મીઠું

રીત:-

– ચણાના લોટ અને ઘઉંના લોટને મિક્સ કરીને મીઠુ અને તેલ નાંખી તેનો સહેજ કડક લોટ બાંધો. આ લોટ પર ભીનુ કપડુ રાખી તેને ઢાંકી દો.

– ભાખરવડીની અંદર ભરવાનો મસાલો તૈયાર કરવા માટે મિડીયમ ગેસ પર પેન ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે તેમાં વરિયાળી, જીરુ, લાલ મરચું, આખા ધાણા નાંખીને તેને શેકી લો અને તેને પ્લેટમાં કાઢીને ઠંડા થવા દો. હવે આ મસાલો ઠંડો પડે ત્યાં સુધી પેનમાં તલ, ખસખસ, નારિયેળનું છીણ નાંખીને તેને શેકી લો. એક પ્લેટમાં આ મિશ્રણ કાઢીને ગેસ બંધ કરી દો.

– આ બંને ઠંડા પડે એટલે તેને ભેગા કરી તેમાં ખાંડ, મીઠુ, આમચૂર પાવડર, હળદર અને ગરમ મસાલો નાંખીને તેને મિક્સરમાં કરકરો પીસી લો. તમારો ભાખરવડી બનાવવાનો મસાલો તૈયાર છે.

– હવે સામગ્રી અને લોટને ત્રણ સરખા ભાગમાં વહેંચી લો. લોટના પહેલા ભાગમાંથી થોડી મોટી રોટલી વણી લો અને તેના પર થોડુ પાણી લગાવો. આ રોટલી પર તૈયાર કરેલો મસાલો સરખા ભાગમાં ફેલાવી દો. મસાલો ફેલાવ્યા પછી રોટલીનો થોડો પતલો રોલ તૈયાર કરો. આ રોલ બની જાય પછી તેની બંને બાજુ થોડુ પાણી લગાવી રોલને ચોંટાડી દો. ખાસ ધ્યાન રાખો કે રોલ ટાઈટ જ બને.

– આ રીતે રોલ તૈયાર થઈ જાય પછી તેને ચપ્પુથી સરખા નાના નાના ભાગમાં કાપી લો અને તેને તે ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તેલમાં તળી લો.

બે ચમચી પલાળેલી ખસખસ ખાવા ના 7 ફાયદા જાણો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *