પારિજાત ના પાન નો ઉપયોગ કરીને દુખાવા અને ખરજવામાં રાહત

પારિજાત ના પાન નો ઉપયોગ

પારિજાત ના પાન નો ઉપયોગ થી દુખાવા અને ખરજવામાં રાહત

પારિજાત નું વૈજ્ઞાનિક નામ Nyctanthyes Arbar –Tristis છે. પારિજાત અથવા પારિજાતકના સંસ્કૃત નામથી ઓળખાતું આ મધ્યમ કદનું વૄક્ષની ઓળખ એ તેની ડાળી-કાંડ છે. સામાન્ય રીતે દરેક વૃક્ષ-વનસ્પતિની ડાળી એ ગોળાકાર હોય છે, પરંતુ પારિજાતની ડાળીઓનાં કાંડ ચતુષ્કોણ–ચોરસ હોય છે.આ જ તેની સૌથી વિશેષ ઓળખ છે. બીજી ઓળખ તેનાં ફૂલો છે. તેની સુંદરતા રંગ બાહુલ્ય તથા જ્થ્થાબંધ પ્રમાણમાં આવતાં મધુર સુંગધીદાર ફૂલો પણ તેની વિશેષ ઓળખાણ છે.સાહિત્યની ભાષામાં નવલકથામાં પણ પારિજાતનાં પુષ્પોનો ઊલ્લેખ આવ્યા વિના રહેતો નથી

પારિજાત ના ફૂલો

પારિજાતનાં ફૂલો ખૂબ જ નાજુક હોય છે. સહેજ ડાળી હલાવીએ તો નીચે ઢગલો ફૂલો ખરી પડે છે. પારિજાતના ફૂલોની સુવાસ એ પવનની લહેરખીની સાથે દૂર સુધી પ્રસરે છે. તેનું અંગ્રેજી નામ Night Jasmine કે Coral Jasmine પણ છે. લેટિન નામ Nyctanthyes Arbar –Tristis છે. તેનું બીજું નામ શેફાલિકા પણ છે.

પારિજાત ના પાન નો ઉપયોગ
પારિજાત ના પાન નો ઉપયોગ (Image credit : mapsofindia)

પારિજાત ના ગુણધર્મ


પારિજાતના પત્રોનો વિશેષતઃ ઔષધ તરીકે ઊપયોગ થાય છે. સન્ધિવાતઘ્નો ગુદ્વાતાદિ દોષનુત્ I સાંધાનાં વા નો તથા અપાનવાયુનો નાશ કરનાર છે. પરિજાત લઘુ અને રુક્ષ છે.છતાં પણ તેના ઊષ્ણ સ્વાભાવને કારણે વાયુનો નાશ કરનાર છે. તે પચવામાં તીખી છે.મતલબ કટુ વિપાકી છે.તે સ્વાદે કડવું છે કફવાત શામક તરીકે ગુણો ધરાવે છે. અન્ય ગુણોનો અને કર્મોનો વિચાર કરીએ તો ઊષ્ણ અને તિકત હોવાને કારણે તે જંતુઘ્ન અને કેશ્ય પણ છે.નાડીતંત્રના સોજાને દૂર કરીને Neurological treatment માં તે સારામાં સારું પરિણામ આપે છે.

પારિજાત ના પાન નો ઉપયોગ

⏩ ખાલિત્ય-વાળ ખરવા – ખરતાં વાળમાં તેના બીજને પાણીમાં પીસીને તેનો લેપ કરવાથી વાળ ખરતાં ઓછાં થઈ જાય છે. અને ખરેલા વાળ ફરીથી ઊગી નીકળે છે.

⏩ રાંઝણ – સાયેટીકા –Sciatica નું ઊત્તમ ઔષધ છે. તેમજ તેની અસર અન્ય રોગો કરતાં ગૄધ્રસી – રાંઝણ (Sciatica) માં વિશેષ છે.રાંઝણ તેમજ વાયુના કારણે સાંધાના દુઃખાવા જેવા તમામ રોગોમાં પારિજાતના પાનનો ઊકાળો કરી તેમાં દિવેલ ઊમેરીને નિયમિત રીતે સેવન કરવાથી કમરનો દુઃખાવો Sciatica ઝડપભેર મટે છે.

⏩ વિષહર – કોઈ પણ જીવજંતુના કરડવાથી તેના પર પારિજાતના પાંદડાની લુગદી બનાવીને તેનો લેપ કરવો.

⏩ ખરજવું – ખરજવા ઊપર પારિજાતના પાંદડાનું ચૂર્ણ તથા નાચણીનો લોટ સમભાગે લઈને તેને ખરજવા પર લગાવવાથી ખરજવું મટે છે.

⏩ પારિજાતના પાંદડાને દૂધમાં વાટીને લેપ કરવાથી પણ ખરજવામાં ફાયદો થાય છે.

⏩ ખોડો – પારિજાતના બીને પાણીમાં લસોટીને તેને નિયમિત માથા પર લેપ કરવાથી ખોડો મટે છે.

⏩ દાદર – દાદર પર પારિજાતના પાનનો રસ કાઢીને ચોપડવાથી તે મટે છે.

સામાન્ય શરદી ના અસરકારક ઘરેલુ ઉપાય

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *