કોરોના થયો છે? – નો પ્રોબ્લેમ! વાંચો કોરોના વિષે ઉપયોગી માહિતી
કોરોના થયો છે? – નો પ્રોબ્લેમ! વાંચો કોરોના વિષે ઉપયોગી માહિતી
ગુજજુમિત્રો, કોરોના ની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે ઘણા લોકો કોરોના નો શિકાર થઈ રહ્યાં છે. આજે હું તમને કોરોના વિષે ઉપયોગી માહિતી જણાવવા માગું છું. આ માહિતી તમને કોરોના ના પ્રોટોકોલ અને ડોક્ટરની સલાહ સમજવામાં મદદ કરશે . આ લેખ વાંચતાં પહેલા હું તમને કહીશ કે ડોક્ટરની સલાહ સર્વોપરી છે.
કયાં કયાં રિપોર્ટ કરવા
1] રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવે તો તે જ દિવસે RT-PCR ટેસ્ટ કરવો
2] RTPCR ટેસ્ટ માં કોરોના કેટલો સક્રિય છે તેની જાણકારી મળશે
3] RTPCR 15 થી 20 વચ્ચે આવે તો 2 દિવસમાં નીચેના રિપોર્ટ કરાવી લેવા
4] CBC, CRP
5] ESR
6] LFT
7] D-Dimmer
8] SGPT
9] HRCT ખુબ વધુ અસર લાગે તો જરૂરી
નીચેના સાધનો વસાવી લો
1] OXIMeter – RS 1300 ઓક્સિજન અને ધબકારા માપવા માટે
2] EZ-LIFE Thermometer Rs 240 શરીરનું તાપમાન માપવા માટે
દર 3 થી 4 કલાકે ઓક્સિજન અને તાપમાન માપતા રેહવું અને તેની નોંધ લેતા રેહવું.
ઓક્સિજન લેવલ 94 થી નીચે સતત જાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો
દવાઓ
1] ZINC રોગ પ્રતિકારક શક્તિ વધારવા દિવસમાં 1 વાર 10 દિવસ
2] Vitamin-C રોગ પ્રતિકારક શક્તિ વધારવા દિવસમાં 1 વાર – 10 દિવસ
3] Vitamin-D રોગ પ્રતિકારક શક્તિ વધારવા અઠિવાડીયામાં 1 વાર 4 ગોળી 1 મહિના માટે
4] Smartbreath નાસ લેવા માટેના લીલા કલરના ટોટા દિવસમાં 2 થી 3 વાર નાસ લેવો
5] Paracetamol તાવ આવે તો દર 8 કલાકે લેવી
6] ડૉક્ટરનું કન્સલ્ટિંગ કરીને બાકી જે તકલીફ હોય તેના માટે અલગ અલગ દવા લખાવી લેવી.
કોરોના પોઝિટિવ દર્દીઓ માટે જાણવા જેવી અગત્યની માહિતી
આયુર્વેદિક દવાઓ
1] Swasari Patanjali – ઉધરસ આવે તો દિવસમાં 3 વાર
2] Ayush Kwath Powder – ઈમ્યૂનિટી બુસ્ટર કાઠો દિવસમાં 2 વાર
3] Dharasana Malis Tel – શરીરના સાંધાના દુખવા માટે
4] Nilgiri nu Tel – નાસ લેવા માટે અને રૂમમાં સ્પ્રે કરવા માટે
ખાવા પીવા નું ધ્યાન રાખો
1] ખુબ જ પાણી પીવો દિવસમાં 3 લિટર મિનિમમ બને ત્યાં સુધી હુંફાળું પાણી પીવું
2] લીંબુ સરબત દિવસમાં 2 વાર 1 ગલાસ
3] નારંગી,સંતરા કે મોસંબીનું જૂયસ 2 વાર 1 ગલાસ
4] સુંઠનો ભરપૂર ઉપયોગ કરો ચા બનવામાં અને કાઢો બનવવામાં
5] હળદર વાળું દૂધ દિવસમાં 1 વાર
6] ઘરનો ગરમ ખોરાક લેવાનો રાખવો
બાષ્પ કઈ રીતે લેશો
શરુવાતનાં 5 થી 6 દિવસ નાસનું ખૂબ જ મહત્વ છે તેથી દિવસમાં 2 થી 3 વાર જરૂર લેવી.
નાસ લેવા માટે ઉપર લખેલ દવાનાં ને જેમ જેમ નાસ લો તેમ તેમ તેના ટીપા પાણીમાં ઉમેરતા જવું એકવારમાં નાસ માટે અડધા ટોટાનો ઉપયોગ કરી શકાય.
1] વરાળને નાક દ્વારા લો તો મોઢાથી બાર કાઢવી અને મોઢાથી લો તો નાક દ્વારા બાર કાઢવી
2] વરાળને 1 મિનિટ માટે રોકી રાખવી અને ધીમે ધીમે બાર કાઢવી
3] ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ માટે નાસ લેશો.
યોગ અને સૂર્ય પ્રકાશ
1] રોજે સવારે ઉગતા સુરજનો સૂર્ય પ્રકાશ ખુબજ ફાયદા કારક રહે છે
2] તાપ લેતા લેતા પ્રાણાયામ કરવું ખુબજ ફાયદાકારક છે.
3] ઓછામાં ઓછો 40 થી 60 મિનિટ સવારનાં તાપમાં બેસવું
4] સવારે થોડી હળવી કસરત કરવી
ડોકટોર નું કન્સલ્ટિંગ
1] તમે 104 પર કોરોના થયો છે તેની જાણ કરી શકો છો સરકાર દ્વારા તમને ફ્રી માં કોરોના માટેની માહિતી તેમજ હોમ કોરંટીન માટે જરૂરી મદદ પુરી પડશે
2] આ ઉપરાંત તેમની દ્વારા દિવસમાં એક વાર ડૉક્ટર હોમમાં વિઝિટ માટે પણ આવશે
3] તેમજ આકસ્મિક સમયમાં કઈ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જગ્યા ખાલી છે તેની માહિતી મળશે
4] સરકારી હોસ્પિટલમાં કે પ્રાઇવેટ હોસ્પિટલમાં સરકારે અમુક પથારી આરક્ષિત કરેલ છે તેમાં દાખલ થવા 108 પર સંપર્ક કરવો તેવો તમને નજીક માં જે હોસ્પિટલમાં જગ્યા હશે ત્યાં ભરતી કરાવી આપશે.
5] આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં પણ તમામ વિગતો આપેલ હોય છે તે ઇન્સટોલ કરી દેવી