ઉધરસ મટાડવાના ૪ સસ્તા અને સરળ ઉપાયો
ઉધરસ મટાડવાના ૪ સસ્તા અને સરળ ઉપાયો
ગુજજુમિત્રો, આજે હું તમને આ લેખમાં ઉધરસ મટાડવાના ૪ એવા ઘરેલુ ઉપાયો જણાવવા માગું છું જે સસ્તા છે, સહેલા છે અને વર્ષોથી અજમાવેલા હોવાથી અચૂક પણ છે. હવામાન માં પરિવર્તન થવાથી અથવા અન્ય કોએએ કારણોથી ઉધરસ થવી સામાન્ય વાત છે. મોટાભાગે આ ઉધરસ રાત્રે સૂતી વખતે વધારે તકલીફ આપે છે. આ લેખમાં જણાવેલા ઉપચાર કરી જુઓ, મને આશા છે કે તમને ફાયદો થશે.
મધનો ઉપયોગ
વધારે પડતી ઉધરસ થવાથી ઘણીવાર ગળું બળવા લાગે છે અને જાણે અંદરથી છોલાઈ ગયું હોય એવું મહસૂસ થાય છે. તો મિત્રો, તેના માટે બે ચમચી મધ માં એક ચમચી લીંબુ અને અડધી ચમચી આદુનો રસ મિક્સ કરો. આ મિશ્રણ ને દિવસ માં ત્રણ વાર પીવો. અને હા, તેને પીધા પછી દસ મિનિટ સુધી પાણી પીવું નહીં. મધ ની પરખ કરવાની ૪ સચોટ રીતો
આદુ નો જાદુ
આદું માં કફનાશક ગુણો હોય છે. તેથી ઉધરસ માં ખૂબ ફાયદાકારક છે. એક નાની તપેલી માં એક ગ્લાસ પાણી લો. તેમાં એક ચમચી આદુંનું છીણ અને ૭-૮ તુલસીના પાંદડા નાંખીને ૫ મિનિટ સુધી મધ્યમ આંચ પર ઉકાળો. પછી તેને થોડું ઠંડું થવા દો જેથી તેને પીવાથી તમારી જીભ દાઝી ના જાય. પીવાલાયક ગરમ રહે ત્યારે તેમાં અડધી ચમચી મધ નાંખીને મિક્સ કરો. અને પછી એ મિશ્રણ ને પી જાઓ. આ ઉપાય દિવસ માં ૨ વાર કરવો.
કાળાં મરી નો કમાલ
એક કપ ગરમ પાણી માં, અડધી ચમચી કાળા મરીનો પાઉડર અને બે ચમચી મધ નાંખો. તેને સારી રીતે હલાવી લો. આ હર્બલ ટી ને દિવસ માં ૨ વાર પીવો. મિત્રો, કાળા મરી તીખાં લાગશે પણ હિંમત કરીને આ ઉપાય અજમાવી જુઓ.
હળદર – હમેશા રામબાણ
મિત્રો, હળદર ના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. જો સૌથી સરળ ઉપાય કહું તો ગરમ દૂધમાં પોણી ચમચી હળદર નાંખીને તેને ગટગટાવી જાઓ. જો આ ઉપાય નિયમિત પણે કરશો તો ઉધરસ જડમૂળ થી નીકળી જશે. જો તમને દૂધ ના પીવું હોય તો ગરમ પાણી માં પણ હળદર અને સહેજ સિંધાણું મીઠું નાખીને પી શકો છો.
Also read : તુલસી ના ઘરેલુ ઉપચાર વિષે માહિતી : દૂર કરો અનેક શારીરિક પીડા