રાત્રે સૂતા પહેલાં ફક્ત 2 ઈલાયચી ના સેવનથી થશે આ ફાયદા

ઈલાયચી ના ફાયદા

રાત્રે સૂતા પહેલાં ફક્ત 2 ઈલાયચી ના સેવનથી થશે આ ફાયદા

ઇલાયચી એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોઇમાં ઉમેરવામાં આવે છે. તેનો ઉપયોગ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે કરવામાં આવે છે. તે દેખાવમાં ભલે નાની હોય પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.તેમે ખાવાથી પથરી, ગળાની સમસ્યા, કફ, ગેસ, ટીબી સહિતની સમસ્યાઓ દૂર થાય છે. તે સિવાય ઉલટી, પીત, રક્ત રોગ,હૃદય રોગ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. આવો જોઇએ ઈલાયચી ના ફાયદા.

ઇલાયચી ના સેવનથી ફાયદા


• જે લોકોને ખીલ તેમજ ડાઘ ધબ્બાની સમસ્યા રહે છે તે લોકો રોજ રાત્રે ઇલાયચીનું સેવન કરી શકે છે. સૂતા પહેલા ગરમ પાણીની સાથે એક ઇલાયચી ત્વચાથી સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.

• ઘણાં લોકોને હંમેશા પેટથી સંબંધિત સમસ્યાઓ રહે છે. પેટની સમસ્યાને લઇને વાળ પણ ખરવા લાગે છે. આ બન્ને સમસ્યાથી બચવા માટે સવારે ખાલી પેટે 1 ઇલાયચીને નવશેકા પાણી સાથે ખાવી જોઇએ. સતત થોડાક દિવસ આરીતે ઇલાયચી ખાવાથી ઘણો ફરક જોવા મળશે.

• તે સિવાય ઘણા લોકોને ઉંઘ ન આવવાની સમસ્યાઓ રહે છે. સૂતા પહેલા લોકો ઉંઘ આવવા માટે દવાઓનું સેવન કરે છે. જેની શરીર પર ખરાબ અસર પડે છે. કુદરીત ઉંઘ લાવવા માટે રોજ રાત્રે સૂતા પહેલા ગરમ પાણીની સાથે ઇલાયચીનું સેવન કરો. આમ કરવાથી તમને ઝડપથી ઉંઘ આવી જશે.

• ગેસ, એસિડિટી,કબજિયાત જેવી સમસ્યાને ઇલાયચીથી દૂર કરી શકાય છે. તેની સાથે હેડકીથી પણ રાહત મળે છે.

• મોંમાંથી આવી રહેલી દુર્ગંધને દૂર કરવા ઇલાયચી ખાઇ શકો છો. તેમજ ગળામાં થતો દુખાવો અને અવાજમાં પણ સુધારો આવે છે.

ઈલાયચી ના ફાયદા
ઈલાયચી ના ફાયદા


• રોજ સવારે તેનો ઉકાળો પીવાથી માનસિક તણાવ દૂર થાય છે. તેનો ઉકાળો બનાવવો માટે ઇલાયચી પાઉડરને પાણીમાં ઉકાળો. તે બાદ તેમા મધ ઉમેરી પીઓ. થોડાક દિવસમાં માનસિક તણાવથી રાહત મળશે.

• ગર્ભવતી મહિલાઓને સતત ચક્કર આવવાની સમસ્યા રહે છે. જેનાથી રાહત મેળવવા માટે ઇલાયચીના ઉકાળામાં ગોળ ઉમેરી સવાર-સાંજ પીવાથી ચક્કર આવવાની સમસ્યા દૂર થાય છે.

• ઇલાયચી ખાવાથી શારિરીક નબળાઇ પણ દૂર થાય છે. તેને દરરોજ આહારમાં સામેલ કરવાથી તમારું વજન વધવા લાગશે. તેમડ તેમા પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ જેના અન્ય ખનિજ પદાર્થ રહેલા છે જે લોહીને સાફ કરે છે.

હળદર વાળું દૂધ પીવાના અકલ્પનીય ફાયદા : આરોગ્યની ચાવી

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *