મોઢાની લાળ માં છે સંજીવની બુટી ના ચમત્કારી ફાયદા

મોઢાની લાળ ના ફાયદા

મોઢાની લાળ માં છે સંજીવની બુટી ના ચમત્કારી ફાયદા

ગુજજુમિત્રો, આજે આ લેખમાં હું તમને આપણા મોઢાની લાળ ના ફાયદા વિષે જણાવવા માગું છું. કુદરતે શરીર ને આપેલી આ અદભૂત અને સ્વયંભૂ રચના ના ફાયદા ચમત્કારી છે. હા, આપણા મોઢામાં ઉત્પન્ન થતી લાળ અથવા થૂંક અમૃત છે અને કેન્સર ઉપરાંત સેંકડો બીમારીઓ સારી કરી શકે છે.

સવારે ઊઠીને સૌથી પહેલા પાણી પીઓ

આયુર્વેદ પ્રમાણે તમે જયારે સવારે ઉઠો તો સૌથી પહેલા પાણી પીઓ. એટલે કે દિવસની શરૂઆત પાણી થી કરો. આ ક્રિયાને “ઉષાપાન” કહે છે. ઉષાપાન નો અર્થ થાય છે કે સવારે ચાર વાગ્યે ઉઠો અને ઉઠીને સૌથી પહેલા પાણી પીઓ (૪ વાગે ઉઠતા નાં હોય તો જ્યારે ઉઠો ત્યારે).

ઊઠીને સૌથી પહેલા પાણી કેમ પીવું જોઈએ?

તેના બે કારણ એ છે કે જયારે આપણે રાત્રે સૂઈને સવારે ઉઠીએ છીએ તો આપણા મોઢામાં લાળ નું પ્રમાણ ખુબ જ હોય છે. અને જો આપણે પાણી પી લઈશું તો લાળ અંદર જતી રહેશે. એટલા માટે ક્યારેય સવારે ઉઠીને દાંત ન ધુઓ અને ના કોગળા કરો. કેમ કે આમ કરવાથી તે લાળ બહાર થુંકવી પડે છે. અને સવારની લાળ ખૂબ જ વધુ આલ્કલાઈન હોય છે, અને શરીરમાં જઈને ઘણા લાભ કરે છે.

Tiger

જાનવરો પોતાના ઘા ચાટીને ઠીક કરે છે

તમારા જોવામાં ક્યારેય આવ્યું છે કે જાનવરોને જયારે પણ કઈ વાગે છે અને તેના ઘા ને ચાટવા લાગે છે તે ભાગને વધુ ચાટીને જ મટાડે છે તો જાનવરોની પણ એજ વાત છે જે મનુષ્યની છે જાનવરોની લાળ પણ એલ્કેલાઇન છે અને ઘા ને ચાટીને એમ જ ઠીક કરી દે છે. ગાય પોતાના બચ્ચાને ચાટી ચાટી ને તેની બધી જ બિમારી મટાડી દે છે મનુષ્ય પણ કરી શકે છે .

મોંઢાની લાળ વિષે વૈજ્ઞાનિકો શું કહે છે?

સવારની લાળ ને જયારે ટેસ્ટ કરીને તેનો ph કાઢ્યો તો તે 8.4 નીકળ્યું. જેનાથી એ સાબિત થાય છે કે સવારની બનેલી લાળ માં ખૂબ જ વધુ ઔષધીય ગુણો રહેલા છે. લાળ શરીરમાં જઈને પેટની બધી બીમારીઓનો નાશ કરી દેશે. જરા પણ એસિડ બનવા નહીં દે. અને બધી બીમારીઓની શરૂઆત પેટ થી જ થાય છે.

child
Close up of an adorable baby drooling, on white background

ડાર્ક સર્કલ અને ચશ્માના નંબર ને દૂર કરે છે લાળ

ઘણા બધા લોકોને આંખોની નીચે કાળા અર્ધ ચક્ર આકારના ધાબા થાય છે તે ઠીક ન થાય તો સવાર સવારની બનેલી લાળ ને કાળી જગ્યા ઉપર લગાવીને હળવી માલિશ કરો થોડા જ દીવસમાં તે ઠીક થઇ જશે. જો કોઈની આંખો નબળી હોય અને તે ચશ્મા દૂર કરવા માંગતા હોય તો સવારની લાળ ને આંખમાં કાજલની જેમ લગાડો. તમારા ચશ્મા નીકળી જશે.

ઘા, ચહેરા ના ખીલ અથવા ડાઘા દૂર કરે છે લાળ

જો શરીરમાં તમને ક્યાંય ઘા વાગ્યો છે અને તે જલ્દી સારું થતું નથી તો તે જગ્યાએ પણ તમે લાળ લગાડી દો. તેની અસર તમને જલ્દી જોવા મળશે. જો કોઈને ફોડકી કે ખીલ,મોહાસે કે છાપીયા થઇ જાય કે તેમનો ચહેરો ખુબજ ખરાબ દેખાવા લાગે તો એવામાં તેને સવારની લાળ ચહેરા પર લગાડવી જોઈએ. આમ કરવાથી તેમના ડાધ પણ મટી જશે.

દાઝવાના ડાઘા ને દૂર કરવા માટે લાળ અકસીર

એક દર્દીનો ગરમ ગરમ દૂધથી હાથ દાઝી ગયો હતો. તેનો ધા તો ઠીક થઇ ગયો પણ ડાઘ દૂર થતો ન હતો. અને આ દર્દીને કોઈ પણ રીતે તે ડાઘ મટાડવો હતો. કેમ કે તે એક છોકરી હતી અને તેના લગ્ન થવાના હતા. તેના ઘરવાળા પરેશાન હતા કે સાસરિયાવાળા એ જોઈ લીધું તો ન જાણે શું થશે. તે છોકરીએ રોજ લાળ લગાડવાનું શરૂ કરી દીધું અને 6-7 મહિનામાં જ તેનો ડાઘ એકદમ ગાયબ થઇ ગયો.

અમેરિકા માં લાળ નું પેકેટ મળે છે!!!

તમને આશ્ચર્ય થશે કે જેની પાસે વધારે પૈસા છે તેઓ અમેરિકા થી લાળ નું પેકેટ આયાત કરે છે. અમેરિકામાં અમુક કંપનીઓ છે જે લાળ નો બિજનેશ કરે છે. તે મનુષ્યની જ હોય છે જેવી રીતે શેમ્પુ નું પેકેટ હોય છે ને તેવી જ રીતે તેઓ તેમાં લાળ ભરીને વેચે છે. 5 મિલી ગ્રામનું પેકેટ રૂપિયા 10000 નું છે તો તે બંને દર્દી દરરોજ 10 થી 12 પેકેટ ની લાળ ખરીદી ને રોજના 6000 થી 7000 ખર્ચ કરે છે પરંતુ સ્થિતિ બીજા દિવસે પછી પહેલા જેવી જ થઇ જાય છે મોઢું આખું સૂકું રહે છે એક બીજાની લાળ બીજાને કામ નથી આવતી પરંતુ તેઓ પોતાના સંતોષ માટે કરે છે જરૂર.

saliva test

વીમા કંપનીવાળા મોંઢાની લાળ ની તપાસ કરાવે છે

આજકાલ અમુક જીવન વીમા કંપની ઓ એ વીમા સાથે એક નવો જ નિયમ પોતાની સાથે જોડી દીધેલ છે. તે કોઈનો જીવન વીમે ઉતારતા પહેલા તમારા મોઢાની લાળ ની તપાસ કરાવે છે જે તેમાં આલ્કલાઈન ઓછી હશે તો વીમો નહિ ઉતારે કેમ કે તેમને ખબર છે કે તમારી જીવવાની આશા આમ પણ ઓછી છે. જાણકારી તમે ઇન્ટરનેટ ઉપરથી લઇ શકો છો.

લાળ નું ધ્યાન રાખો

આ કામ માટે તો ભગવાને તમને વ્યવસ્થા કરી આપેલ છે તેને ખરાબ ન કરશો આ વ્યવસ્થા ખરાબ કેમ થાય છે? લાળ સૌથી વધારે ત્યારે બને છે જયારે તમે કોઈ એવી વસ્તુનો ઉપયોગ કરો છો જે આલ્કલાઇન છે. એવા ઘણા બધા ટૂથપેસ્ટ છે જે એન્ટીઆલ્કલાઇન છે. તે બધા તમારી લાળ નું ઉત્પન્ન થવાની ક્ષમતા ઘટાડી દે છે.

Also read : વાળ ખરતા અટકાવવા માટે સસ્તો પણ અકસીર ઘરેલુ ઉપચાર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *