કંજૂસ ના ઘરે થઈ ગજબની મહેમાનગતિ?!! : કંજૂસી પર જોક
કંજૂસ ના ઘરે થઈ ગજબની મહેમાનગતિ?!! : કંજૂસી પર જોક
કંજુસ શેઠના ઘરે મહેમાન આવ્યા!!
શેઠે તેના પુત્રને કહ્યું, “જા અને એક કિલો સારામાં સારી મીઠાઈ લઈ આવ.”
પુત્ર બહાર ગયો અને ઘણીવાર પછી પાછો આવ્યો.
શેઠે પૂછ્યું, “મીઠાઈ ક્યાં?”
પુત્ર: “અરે પિતાજી, હું મીઠાઈની દુકાને ગયો અને કંદોઈને મને સારામાં સારી મીઠાઈ આપવા કહ્યુ. કંદોઈએ કહ્યું, “અરે માખણ જેવી મીઠાઈ આપીશ.”
પછી મેં વિચાર્યું કે માખણ જેવી મીઠાઈ હોય તો માખણ જ કેમ ન લઉ.
હું માખણ ખરીદવા દુકાન પર ગયો અને સારામાં સારું માખણ આપવા કહ્યું.
દુકાનદારે કહ્યું કે તે મને મધ જેવું માખણ આપશે.
તો મેં વિચાર્યું કે તો પછી મધ જ કેમ ન લેવું.
હું મધ વેચનાર પાસે ગયો અને તેને કહ્યું કે મને સારામાં સારું મધ જોઈએ છે.
તેણે કહ્યું, હું પાણી જેવું સ્વચ્છ મધ આપીશ.
તો પિતાજી, પછી મેં વિચાર્યું કે પાણી તો ઘરમાં જ છે.
એટલે હું ખાલી હાથે પાછો આવ્યો.
શેઠ ખૂબ ખુશ થયા અને તેણે તેના પુત્રને છાતીએ લગાડ્યો.
પણ પછી શેઠને વિચાર આવ્યો એટલે પૂછ્યું, “પણ બેટા, તું આટલો લાંબો સમય ફર્યો તો ચપ્પલ તો ઘસાઈ હશે ને?”
પુત્ર: “ના પપ્પા, મહેમાનના ચપ્પલ પહેરીને ગયો હતો.”
શેઠની આંખમાં ખુશીના આંસુ આવી ગયા.