કૃતજ્ઞ છું પ્રભુ તારા પ્રેમ માટે…

સકારાત્મક કથનો

કૃતજ્ઞ છું પ્રભુ તારા પ્રેમ માટે…
કેવી અદ્ભૂત રચના કરી છે મારા શરીરની…!!
૨૦૬ હાડકાઓ…કેટ-કેટલા સાંધાઓ…??
નહીં કોઈ સ્ક્રુ કે નહીં કોઈ નટ-બોલ્ટ…!!
સાવ છુટ્ટા..છતાં જોડાયેલા જ રહે છે…
કઈ રીતે રહે છે…?? કંઈ ખબર નથી પ્રભુ….

વળી, કેવી અદ્ભૂત રચના છે ચામડીની…???
આખા શરીરને આ ચામડીનું કવર કેવું ચડાવ્યું છે પ્રભુ…
કેટલું નાજુક…?? છતાં કેવું સંરક્ષક પડ..!!
ટાઢ, તાપ, વરસાદમાં શરીરનું રક્ષા-કવચ…!!

ચામડીમાં સાંધો નહીં…સિલાઈ નહીં…!!
શરીરનો જેમ જેમ વિકાસ
થાય તેમ તેમ આ ચામડીનું
કવર પણ મોટું થાય….
અને, શરીર દુબળું થાય તો નાનું થઈ જાય…!!

કઈ રીતે થતું હશે આ….!! કંઈ ખબર નથી…
ચામડી તો એની એ જ…
પણ ઠંડી, ગરમીની સંવેદના અલગ-અલગ…

કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ માટે….

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *