મહાભારતની પાઠશાળા

Krishna Peacock Feather

મહાભારતની પાઠશાળામાં તમારું સ્વાગત! આજે આ લેખમાં હું જણાવવા માંગું છું કે ભારતના મહાકાવ્ય, મહાભારતમાં કેટલા બધા પાઠ છે જે જીવન જીવવાની રીત શીખવે છે. આપણે કોઈ motivational વિડિયો કે પુસ્તકો વાંચવાની જરૂર નથી. આપણા શાસ્ત્રોમાં બધું જ જ્ઞાન સમાહિત છે. તો વાંચો .. મહાભારતની પાઠશાળા.

સંતાનો ઉપર તમારો અંકુશ નહિ હોય તો સંખ્યાબળ ગમે તેટલું હશે અંતે તમે નિ:સહાય થઈ જશો- કૌરવો

તમે ગમે તેવા બળવાન હોવ પણ જો અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ-સંપત્તિ, અસ્ત્ર -શસ્ત્ર, વિદ્યા, વરદાન નકામા થઈ જશે- કર્ણ

સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે- અશ્વત્થામા

ક્યારેય કોઈને વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે- ભીષ્મપિતા

શક્તિ-સત્તાનો દુરુપયોગ સર્વનાશ નોતરે છે- દૂર્યોધન

અંધ (સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ, કામાન્ધ) વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ન સોંપાવુ જોઈએ નહી તો અનર્થ થશે –
ધૃતરાષ્ટ્ર

વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો – અર્જુન

બધા સમયે-બધી બાબતોમાં કપટમાં તમે સફળ નહીં થાઓ – શકુનિ

જો તમે નીતિ, ધર્મ અને કર્મને સફળતાથી નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે-યુધિષ્ઠિર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *