પૂનમ પર યાત્રા કરવાનું રહસ્યમય કારણ
પૂનમ પર યાત્રા કરવાનું રહસ્યમય કારણ
ગુજ્જુમિત્રો, મને હંમેશાં એક પ્રશ્ર થતો હતો કે બધા શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે જ યાત્રા પર જવાનું કેમ નક્કી કરતાં હશે? એ રહસ્યમય કારણ શું છે જેને લીધે લોકો પવિત્ર તીર્થોની યાત્રા પૂનમ કરવાની, પૂનમ ભરવાની બાધા કરતાં હશે? હાલમાં મને મારા પપ્પાએ આ વિષે વિગતવાર સમજાવ્યું. મને થયું કે મારે તમારી સાથે પણ આ વાત શેર કરવી જોઈએ.
પૂનમ ની ખગોળીય પરિભાષા
હિન્દુ શાસ્ત્ર અને જૈન શાસ્ત્રમાં દરેક મહિનાના ૩૦ દિવસ હોય છે. પંદર દિવસ ને સુદ પક્ષ તથા પંદર દિવસ ને કૃષ્ણ પક્ષ (વદ પક્ષ) કહેવાય છે. આ સુદ પક્ષ તથા કૃષ્ણ પક્ષ ચંદ્રની કળા સાથે જોડાયેલા છે. સુદ એકમથી પંદર દિવસ સુધીમાં ચંદ્ર પૂર્ણ કળાએ ખીલે છે .આ પૂર્ણ રીતે ખૂલેલા ચંદ્ર ને પૂનમ કહે છે . તથા વદ પક્ષમાં (કૃષ્ણ પક્ષ) જ્યારે પંદર દિવસ ચંદ્ર નો પૂર્ણ ક્ષય થાય છે ,જ્યારે અંધારું થઈ જાય છે તેને અમાસ કહેવામાં આવે છે. અને ભાદરવા મહિનાની પૂનમને ભાદરવી પૂનમ કહેવાય છે.
સૂર્યનો સંબંધ આત્મા સાથે અને ચંદ્રનો મન સાથે છે
આપણી સૃષ્ટિ ના સર્જન માં પૃથ્વી ચંદ્ર તથા અન્ય ગ્રહો આવેલા છે. આપણી પૃથ્વી ને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ ની અસર સૌથી વધારે થાય છે. કારણકે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક નો ગ્રહ છે. ચંદ્ર ને મન સાથે સીધો સંબંધ છે . સૂર્ય ને આત્મા સાથે સીધો સંબંધ છે. પૂર્ણિમાની રાત માં મન પૂર્ણ ચંદ્ર ના ગુરુત્વાકર્ષણ બળ થી વધારે બેચેન રહે છે. ડિપ્રેશન આવે છે, મન અસ્થિર થઈ જાય છે.
ચંદ્ર અને જળનો સંબંધ
ચંદ્ર અને ધરતી ના જળને પણ સંબંધ છે . જ્યારે પૂર્ણિમા આવે છે ત્યારે સમુદ્ર ચંદ્રની નજીક આવતા તેના ગુરૂત્વાકર્ષણના બળે પાણીમાં મોજાઓ આવે છે ,આ ગુરુત્વાકર્ષણ ના બળ થી સમુદ્રના પાણી ના મોજા સાથે સમુદ્રના પેટાળ ના ખનીજ પણ ઉપર લાવે છે. પૃથ્વી પર ૭૦% ટકા પાણી છે. આ દિવસે આ મનુષ્યમાં રહેલા પાણીની ગતિ અને ગુણ ,ચંદ્રની સ્થિતિ સાથે બદલાય છે .
પૂનમ પર મનુષ્ય નું મન ઉત્તેજિત હોય છે
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ દિવસે આપણા શરીરમાં રહેલ ૮૦% ટકા પાણી ગુરુત્વાકર્ષણ બળ થી શરીર માં લોહીની મૂળમાં રહેલા ન્યુરોન સક્રિય થાય છે, ને તે સાથે આપણું મન ઉત્તેજીત થાય છે.આપણું મન ઉત્તેજિત સ્થિતિ માં ખોટા કામો કરી બેસે છે . આ દિવસે ઉત્તેજિત મન થવાથી આખી દુનિયામાં એકસીડન્ટ નું પ્રમાણ પણ વધે છે. મન નું ડિપ્રેશન પણ વધેછે.
પૂનમ પર યાત્રા શુભ માનવામાં આવે છે
પૂનમના દિવસે યાત્રા કરવાથી, મન પ્રભુ માં જોડાઈ જાય તેથી મનમાં બીજા ખરાબ વિચારો આવતા નથી. ખરાબ કર્મો બંધાતા નથી તથા શુભ કર્મો બંધાય છે. પવિત્ર તીર્થોની યાત્રા કરવાથી ચંદ્ર ની પૂર્ણ સ્થિતિથી મન ની અશુભ સ્થિતિ શુભસ્થિતિમાં બદલાય છે, તેથી શુભ કર્મો બંધાય છે . તેથી પૂર્વાચાર્યોએ માનવ જીવનમાં પૂનમ ની યાત્રા ની ભલામણ કરી છે.
પૂનમની પવિત્ર યાત્રા
????અંબાજી ની પૂનમ
????શંખેશ્વર ની પૂનમ
????પાલીતાણાની પૂનમ
????ગિરનાર ની પૂનમ
????ડાકોર ની પૂનમ
????વડતાલ ની પૂનમ
????સાળંગપુર હનુમાન પૂનમ
????મહુડી પૂનમ
????ભોંયની પૂનમ
????પાંનસર પૂનમ
????જેતલપુર પૂનમ
????ચોટીલા પૂનમ
????ખોડીયાર ભાવનગર
Click here to read more spiritual posts.