પર્યાવરણ બચાવો, જીવન બચાવો : વ્યવહારિક ટીપ્સ
પર્યાવરણ બચાવો, જીવન બચાવો : વ્યવહારિક ટીપ્સ
રોજિંદા જીવનમાં અહી આપેલી કેટલીક સાવ સરળ ટિપ્સને અપનાવાય. તો પણ આપણી આસપાસના પર્યાવરણ માટે બહુ મોટું કામ કરી શકાય. ‘ટીંપે ટીંપે જ સરોવર ભરાય’ એ કહેવતને યાદ રાખીને બધા લોકો જો પર્યાવરણની સુરક્ષા માટે સજજ થાય તો, આપણું ભવિષ્ય સો ટકા સુરક્ષિત રહેશે.
બિનજરૂરી પાણીનો વ્યય ન કરો
∆ અગાસી કે ઓટલા ધોવા માટે વધારે પડતા પાણીનો ઉપયોગ ન કરો.
∆ ફૂલ છોડમાં આડેધડ પાણી છાંટવાને બદલે ટંપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા પદ્દતિનો ઉપયોગ કરવો. અથવા તો પછી બજારમાં મળતી વોટર સ્પ્રે બોટલમાં પાણી ભરીને પણ ફૂલ છોડ પર જરૂરિયાત મુજબનું જ પાણી છાંટો.
∆ કપડાં અને વાસણના પાણી માટે એવી વ્યવસ્થા કરો કે તે આપોઆપ ફૂલ છોડના ક્યારા સુધી પહોંચે. અને તમારે ફૂલ છોડ માટે વધારાનું પાણી ન બગાડવું પડે.
∆ અન્ય કામ કરી રહ્યા હો તો પાણીનો નળ ખુલ્લો ન રાખવો.
∆ ઘર કે બિલ્ડિંગના કામમાં નડતા વૃક્ષોને કાપવાને બદલે ઇકો ફ્રેન્ડલી ટેકનિક અપનાવીને વૃક્ષને નુકસાન ન થાયે એ રીતે બાંધકામ કરો.
∆ શાકભાજીનો કચરાને ક્યારામાં નાખવો તે ફૂલ છોડ માટે ઉત્તમ ખાતરનું કામ કરશે. અતિશય કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા નાશ પામે છે.
વૃક્ષોનું જતન ભવિષ્યની સુરક્ષા :
∆ ઘર કે ઓફિસની આસપાસની જગ્યામાં અવકાશ હોય તો આસપાસ વૃક્ષો અવશ્ય ઉછેરવા.
∆ ઓછી જગ્યા હોય તો કીચન ગાર્ડન પણ વિકસાવી શકાય છે.
∆ તમારી આસપાસ ગેરકાયદે વૃક્ષ છેદન થતું હોય અથવા તો પશુ પક્ષીઓનો શિકાર થતો હોય તો તરત સંબધિત વિભાગને જાણ કરવી.
∆ વૃક્ષો જમીનના ધોવાણને અટકાવે છે. માટે જ્યારે વૃક્ષો કાપવાની અનિવાર્યતા ઉભી થાય ત્યારે પહેલા એટલા જ વૃક્ષો ઉછેરી શકાય તેવું આયોજન કરવું જોઈએ.
ઇકોફ્રેન્ડલી બનવું અનિવાર્ય
∆ ખુલ્લો કચરો બાળતા લોકોને સમજાવીને કચરામાંથી જૈવિક ખાતર બનાવવું.
∆ બને ત્યાં સુધી પ્લાસ્ટિકને બદલે કાગળની બેગનો વપરાશ કરવો.
∆ જમીનને કૃત્રિમ ખાતરના નુકસાનથી બચાવવા ઓર્ગેનિક ખેતીનો વિકલ્પ અપનાવો.
∆ ધુમાડો રોકવા, બળતણ બચાવવા અને વાતાવરણના રક્ષણ માટે વાહનોનો ઉપયોગ ઘટાડવો. ચાર રસ્તા/ ક્રોસિંગ ઉપર એન્જીન બંધ કરવા અને બ્રેકનો ઉપયોગ ઘટાડવો.
∆ ઇલેકટ્રોનિક્સ આઇટમની ખરીદી તેના સ્ટાર જોઈને કરો. જે ઇલેકટ્રોનિક્સ વસ્તુઓ ઓછી વીજળી કન્ઝ્યુમ કરતી હોય તેવી વસ્તુના વપરાશનો જ આગ્રહ રાખો.
∆ જ્યારે વીજળીનો વપરાશ ન કરવો હોય ત્યારે સ્વીચ બંધ રાખવી.
∆ કમ્પ્યુટર, ટીવી, ચાર્જર વગેરેના પ્લગને જરૂર ન હોય ત્યારે અનપ્લગ કરી દેવા.
∆ ખાસ પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરો.
ભેટમાં આપવા માટે વિવિધ પ્લાન્ટસનો વિક્લ્પ પણ અપનાવી શકો.
∆ ઇ-પેપર, ઇ-મેગેઝિન, ઇ-બુક વાંચવાની આદત વિકસાવવી.
આ પણ વાંચો : ગુરુ નો પ્રસાદ મહા મૂલ્યવાન છે : પ્રસાદની રોટલીની કથા