પાલક ની ચટણી બનાવવાની સરળ વિધિ
પાલક ની ચટણી બનાવવાની સરળ વિધિ
પાલક ની ચટણી ની સામગ્રી :–
પાલક – ૨૦૦ ગ્રામ
કોથમીર – ૧૦૦ ગ્રામ
તુલસી પાન – ૫૦ ગ્રામ
ફૂદીનો – ૨૦ ગ્રામ
આદુ – ૨૦ ગ્રામ
શીંગ દાણા (કાચા) – ૧૦૦ ગ્રામ
કોપરૂ, લીંબુ, લીલું મરચું, આખું જીરૂ, ખજૂર અથવા ગોળ,
રીત :-
સીંધવ મીઠું કે સંચળ સ્વાદ મુજબ.
પાલક, કોથમીર, તુલસી પાન, ફૂદીનો, આદૂ વગેરેને ધોઈ, સાફ કરી, ટૂકડા કરી મિક્સરમાં નાખો, સાફ કરેલ શીંગદાણા પણ મિક્સરમાં નાખો, અન્ય મસાલા પણ મિક્સરમાં નાખો.
હવે મિક્સરમાં ક્રશ કરો. ટેસ્ટ કરો. સ્વાદમાં ફેરફારની જરૂર હોય, તો મસાલા જરૂર મુજબ ઉમેરો.
ચટણી તીખી બનાવવી હોય તો લીલું મરચું પણ નાખવું.
એકદમ મોળી હશે તો નાના બાળકો પણ ખાઈ શકે. ચટણી એટલે તીખી હોવી જરૂરી નથી. નામ ચટણી છે. હકીકતે ‘ગ્રીન પલ્પ’ છે. ચમચી ભરીને ચટણી ખાવાની નથી.