વંદે માતરમ્ નું સંપૂર્ણ સ્વરૂપ

સ્વદેશી અપનાવો

વંદે માતરમ્ નું સંપૂર્ણ સ્વરૂપ

વંદે માતરમ્ એક આવું રાષ્ટ્રગીત છે જેને ગાતાં ગાતાં મન – હૃદય દેશભક્તિનાં સ્પંદનોથી ભરાઈ જાય છે. તેના શબ્દોની તાકાત એટલી બધી છે કે તે જ્યાં ગવાય છે ત્યાંના વાતાવરણને માતૃભૂમિની વંદનાના ભાવ અને આંદોલનોથી ભરી દે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ આ બે શબ્દોના જોર પર ચાલ્યો… શહીદો હસતાં હસતાં વંદે માતરમ્ શબ્દો સાથે ફાંસીના માંચડે ચઢી જતા. વંદે માતરમ્ ની વિશેષતા એ છે કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તો તેની મહત્ત્વની ભૂમિકા રહી છે, પરંતુ સ્વતંત્ર થયા પછી પણ ભારતની નવરચનાના કામમાં તે પ્રેરક બની રહ્યું છે.

વંદે માતરમ્ નું સંપૂર્ણ સ્વરૂપ નીચે મુજબ છે :

વંદેમાતરમ્
સુજલાં સુફલાં મલયજ શીતલાં
સસ્ય શ્યામલાં માતરમ્ ‖વંદે‖

શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીં
પુલ્લકુસુમિત દ્રુમદલ શોભિનીં
સુહાસિનીં સુમધુર ભાષિણીં
સુખદાં વરદાં માતરમ્ ‖ વંદે ‖

કોટિકોટિ કંઠ કલકલ નિનાદકરાલે
કોટિ કોટિ ભુજૈર્ ધૃત કર કરવાલે
અબલા કેયનો મા એતો બલે
બહુબલ ધારિણીં નમામિ તારિણીં
રિપુદલવારિણીં માતરમ્ ‖ વંદે ‖

તિમિ વિદ્યા તિમિ ધર્મ તુમિ હૃદિ તુમિ મર્મ
ત્વં હિ પ્રાણાઃ શરીરે
બાહુતે તુમિ મા શક્તિ હૃદયે તુમિ મા ભક્તિ
તો મારયિ પ્રતિમા ગડિ મંદિરે મંદિરે ‖ વંદે ‖

ત્વં હિ દુર્ગા દશ પ્રહરણ ધારિણી
કમલા કમલદળ વિહારિણી
વાણી વિદ્યાદાયિની
નમામિ ત્વાં
નમામિ કમલાં અમલાં અતુલાં
સુજલાં સુફલાં માતરમ્ ‖ વંદે ‖

શ્યામલાં સરલાં સુસ્મિતાં ભૂષિતાં
ધરણીં ભરણીં માતરમ્
વંદે માતરમ્॥

તેના પ્રત્યેક શબ્દમાં આપણી માતૃભૂમિનું યથાર્થ વર્ણન છે. સુંદરતા, સંસ્કારિતા, ભવ્યતા, જ્ઞાન, સમૃદ્ધિ, ઉત્સાહ, ચૈતન્ય, અધ્યાત્મ, શક્તિ જેવી અસંખ્ય જીવનપોષક બાબતોનો સમૂહ એટલે આપણી પુણ્યભૂમિ ભારત એવો ભાવ તેમાંથી પ્રગટ થાય છે.

આજે પણ ઘણા લોકો પત્રની શરૂઆતમાં, વક્તવ્યની શરૂઆતમાં અને અંતમાં આ શબ્દોનો ગર્વથી ઉપયોગ કરે છે. વંદે માતરમ્ ભારતના સ્વર્ણિમ ઇતિહાસનું એક સુવર્ણપ્રકરણ છે, તે ભારતની પહેચાન છે.

સંસ્કૃત અને બંગાળીમાં લખાયેલા આ અમર ગીતના કવિ છે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. 1876ની આસપાસ સ્ફુરેલા આ ગીતના શબ્દોએ આકાર લીધો 1882માં. તેમણે લખેલી નવલકથા આનંદમઠ (બંગાળીમાં આનંદોમઠ)માં આ ગીત પ્રગટ થયું હતું. મા દુર્ગાની સ્તુતિ કરતા આ ગીતમાં ભારતમાતાની ભક્તિનો ભાવ પણ અભિપ્રેત છે. જે શબ્દો દેવીને લાગુ પડે છે તેટલા જ ભારતમાતાને પણ લાગુ પડે છે.

આનંદમઠ નવલકથામાં રાષ્ટ્રભક્ત સંન્યાસી ક્રાંતિકારીઓ માટે લખાયેલા આ ગીતની ધૂન જદુનાથ ભટ્ટાચાર્યએ બનાવી હતી. હીરાલાલ સેન નામની એક વ્યક્તિએ તો રાજકીય રંગ આપીને એક ફિલ્મ પણ બનાવી હતી, જેમાં ફિલ્મના અંત ભાગમાં શહીદી વહોરનારના મુખમાં ‘વંદે માતરમ્’ શબ્દો મુકાયા હતા.

વંદે માતરમ્ નું સંપૂર્ણ સ્વરૂપ

તે સમયે અંગ્રેજ રાજ્યકર્તાઓ ત્યાંની રાણીનો મહિમા ગાતાં ગીતો પ્રચલિત કરવા માગતા હતા, પરંતુ ભારતનાં રાષ્ટ્રવાદી તત્ત્વોને એ પસંદ ન હતું. આ ગીત સૌ પ્રથમ વાર 1896માં રાષ્ટ્રીય કાઁગ્રેસના કોલકાતાના અધિવેશનમાં જાહેર મંચ પરથી ગવાયું. ગાનારા મહાનુભાવ – કવિવર રવીન્દ્રનાથ ટાગોર હતા. આવી મહાન વ્યક્તિના કંઠે ગવાયું તે ગીત, તેથી તેના શબ્દો કેટલા મહાન હશે તેનો અંદાજ આવે છે. ત્યાર પછી તો અનેકવાર તે અધિવેશનમાં ગવાતું રહેતું.

દુ:ખની વાત છે કે મોટાભાગે તે સંપૂર્ણ ગીત ન ગવાતાં આંશિક રીતે જ ગવાય છે. કેટલાક અપવાદો બાદ કરતાં વંદે માતરમ્ ગાનની સંપૂર્ણ આવૃત્તિ ગવાતી નથી. આ ગીત રાષ્ટ્રભક્તિનું પ્રતીક હોવાથી, આ ગીત ભારતનો મહિમા ગાતું હોવાથી રાષ્ટ્રવિરોધી લોકોને તે પસંદ ન હતું… તેની વિરુદ્ધમાં ફતવા બહાર પડ્યા હતા… તેમ છતાં આ ગીત રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહની ધડકન બનીને રહ્યું છે.

Add to your Mobile home screen : ગુજજુમિત્રો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *