જશે જીવ હમણાં જ એવી તરસ છે!
જશે જીવ હમણાં જ એવી તરસ છે!
જશે જીવ હમણાં જ એવી તરસ છે!
નથી જાણ ખુદને, કે શેની તરસ છે!
ઉપરથી નીચે જોઈ લો કોઈને પણ,
શિખરથી લઈને તળેટી તરસ છે!
જરા અમથું આકાશ ઘેરાતું જોયું,
તરત બારીએ જઈને બેઠી તરસ છે!
બધી પદવીઓના ડૂચા વાળી દીધા,
જનાબ! એવી તો ગાંડીઘેલી તરસ છે!
મજાથી લૂંટે આબરૂ રોજ એની,
જે દરિયાની વચ્ચે ઉભેલી તરસ છે!
ચીસો, તરફડાટ, આંસુઓ ને નિરાશા
મળે એ મુજબ, જેવી જેની તરસ છે!
નથી લાગતું કોઈ એથી જ સુંદર,
ગજાથી વધુ સૌએ પહેરી તરસ છે!
~ સંદીપ પૂજારા