આમ ને આમ દિવસો ગયા ને, રાત સાંજ પણ પડતી ગઇ

રાત સાંજ પણ પડતી ગઇ

આમ ને આમ દિવસો ગયા ને, રાત સાંજ પણ પડતી ગઇ

આમ ને આમ દિવસો ગયા ને,
રાત સાંજ પણ પડતી ગઇ,

શૌખ મરતા ગયા એક એક કરીને,
જવાબદારી વધતી ગઇ,

સપનાઓ રૂંધાયા અને મુલાયમ,
હાથ ની રેખાઓ બળતી ગઇ,

પૈસા ને પરિસ્થિતિના ખેલ માં,
સાલી જીંદગી ઢળતી ગઇ,

સારા કે સાચા હોવાની સજાઓ,
હર ઘડી ધડી મળતી ગઇ,

આ ન કરો પેલું ન કરતાં તેવી,
બરાબર સુચના મળતી ગઇ,

રહેવું હતુ નાનુ અમારે પણ ,
ઉમર હતી કે વધતી ગઇ,

આમ ને આમ દિવસો ગયા
ને રાત સાંજ પણ પડતી ગઇ.

Also read : આવો, ગુજરાતી શાયરી ની મહેફિલ જમાવીએ!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *