ઓછી જિંદગીમાં જીવનભરની ખામોશી : જિંદગી પર ગઝલ
ઓછી જિંદગીમાં જીવનભરની ખામોશી : જિંદગી પર ગઝલ
એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.
ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.
એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !
પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !
ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !
નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.
હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.
– ખલીલ ધનતેજવી
Also read : એક અભણ માં અને બહાદુર દીકરી નો પ્રેમ : હૃદયસ્પર્શી વાર્તા