આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે!!!
આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે!!!
ગુજજુમિત્રો ઘણીવાર એવું થાય છે કે રાતદિવસ પોતાના આખા જીવન દરમ્યાન ઘરનું ધ્યાન રાખતી ગૃહિણીઓ ની કદર થતી નથી. કેમ? કારણકે એવું લાગે છે કે આ તો તેમની ફરજ છે. મિત્રો, તેમની ફરજ તો ચોક્કસ છે પણ ઘરના લોકો પ્રત્યે સ્ત્રીઓની આ નિષ્ઠા તેમના પ્રેમની પરાકાષ્ઠા પણ છે. ક્યારેય આભાર ના મળે, પગાર ની અપેક્ષા નહીં, પ્રશંસાની આશા નહીં, રજા કે વેકેશન ની સંભાવના નહીં. જરા વિચારી જુઓ કે મશીનની જેમ કામ કરતી ગૃહિણીઓ ની અંદર પણ એક માણસનું કાળજું છે. હાલમાં મને આ એક કવિતા વાંચવા મળી જેમાં ગૃહિણી ના સમર્પિત જીવન માટે બહુ અનોખી રીતે પ્રશંસા કરવામાં આવી છે. ચાલો વાંચીએ : આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે!!!
ધ્યાનથી આકાર આપીને
રોટલીઓ ગોળ બનાવે છે
પણ પોતાના શરીર ને
આકાર આપવાનું ભૂલી જાય છે
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે!
પૂરો સમય આપીને ઘરનો
દરેક ખૂણો ચમકાવે છે
બસ વિખરાયેલી લટો ને
સુલજવાનો સમય નથી આપી શકતી
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે!
કોઈ બીમાર પડે તો
આખું ઘર માથે લઇ લે
પોતાનું દર્દ વણજોયું કરી
બધી તકલીફો ટાળી દે છે
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે!
લોહી પાણી એક કરી
બધાના સપનાઓ સજાવે છે
પોતાની અધૂરી ઈચ્છાઓને
દિલમાં જ દફન કરી દે છે
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે!
બધાની બલાઓ લે છે
બધાની નઝર ઉતારે છે
જરા કાઈ ઊંચ નીચ થાય તો
બધાની નઝરો થી પડી જાય છે
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે!
એક બંધન મા બંધાય ને
કેટલાય સંબંધ સાથે લઇ ને ચાલે છે
હોય કાઈ પણ મુશ્કિલ
પ્રેમથી બધાને રાખે છે
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે!
પિયર થી સાસરા સુધીની
બધીજ જવાબદારી ઉપાડે છે
કાલની લાડો રાણી
આજની સ્ત્રી બની જાય છે
ગુજજુમિત્રો, આ કવિતાની લિંકને ને તમારા જીવનની દરેક સ્ત્રીને શેર કરો અને તેને તમારો આભાર વ્યક્ત કરો.